SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ આચારાંગસૂત્ર શાણે સાધક કોઈ પણ વાસના આગળ ન રાખે. સારાંશ કે જીવિત કે મરણ એ બન્ને પૈકી કોઈ પણ દશા પર આસક્ત ન જ થાય, પરંતુ મધ્યસ્થ–સમભાવી બની કેવળ કર્મક્ષયના હેતુ માટે જ જીવનના અંતપર્યત સમાધિભાવ–સહજ શાન્તિને જાળવી રાખે.( અને તે શાંતિ ચાલી ન જાય તે સારુ) પ્રથમ (આંતરિક તથા બાહ્ય) ઉપાધિને છોડીને અંતઃકરણની શુદ્ધિ કરે. નેધ–સમાધિનું લક્ષ્ય હેય એ સાધક મરણ અને જીવન બન્ને માત્ર કર્મજન્ય સહજ અવસ્થા છે એમ સમજે. જેને આવું સમજાય એને જીવનને મોહ કે મરણને ભય એ બેમાંથી કશુંયે ન હોય એ સ્વાભાવિક છે. એવો સાધક જીવે ત્યાં સુધી મધ્યસ્થ ભાવથી જીવી શકે, અને મરણું આવે તે તેને પ્રસન્ન હૈયે ભેટી પણ શકે. એ વખતની તપશ્ચર્યા પણ એ જ હેતુએ ઉપયોગી છે. તે હેતુ ન સરતાં ઊલટું દેહભાન વધુ પીડે તે છેડે વખત તપશ્ચર્યા સ્થગિત કરવી એ વાત પણ આગળના સૂત્રમાં સૂત્રકારે આપી દીધી છે. હવે એ વખતે કે રેગાદિ ઉપદ્રવ આવી પડે તે શું કરવું, તે જણાવે છે. [૫] અણસણ સમયે કદાચિત આકસ્મિક રીતે કોઈ રોગ ઉત્પન્ન થઈ જાય અને ચિત્તસમાધિ યથાર્થ રીતે ન રહેતી હોય તે તે સ્થિતિમાં સાધક (અણસણમાં પણ) તે રોગ નિવારવાના શુદ્ધ ઉપાયો કરી શકે, પરંતુ એ ઉપાય કર્યા પછી જ્યારે સમાધિ પ્રાપ્ત થાય ત્યારે તુરત જ એમણે પૂર્વપ્રયાગ ચાલુ રાખવો ઘટે. નોંધ –અણસણમાં ઔષધાદિ ચોપડવાને પણ ત્યાગ હોય છે, છતાં તેવા પ્રસંગમાં જે ચિત્તસમાધ ન રહેતી હોય તે તે જાળવવા માટે રોગ્ય અને નિર્દોષ ઔષધની સૂત્રકાર પોતે છૂટ આપે છે. આ પરથી અણસણને હેતુ શો હોવો ઘટે? અને પ્રત્યેક ક્રિયામાં અનેકાંતવાદને કેટલું ઉમદા સ્થાન હોવું ઘટે? એ વધુ સ્પષ્ટ સમજી શકાશે. ક્રિયાનું મહત્વ આ રીતે સમજાય તે વ્યવહાર અને નિશ્ચય બનેને સુમેળ સધાઈ રહે. જે ક્રિયા પાછળ બેચને ચૂકીને પણ વળગી રહેવાય છે તે ક્રિયા નથી પણ
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy