SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિવિવેક ૩૫૧ ક્રિયાને નામે ચાલતી કેવળ રૂઢિ છે. ગત ક્રિયા સુંદર હોય તોયે સાધકને તેને કશે લાભ મળી શકે નહિ. સારાંશ કે પ્રત્યેક સમયે દયેય તરફ લક્ષ્ય રાખવું; ધ્યેયને બાધિત હોય તે ક્રિયાને ન પકડવી અને દયેયને બાધક થાય તેવી ક્રિયા પકડી હેય તોયે એને છોડી દેવી અથવા વિબુદ્ધિથી આચરવી. | [] (આયુષ્યને અંતે સમાધિમરણ કયાં હેવું જોઈએ તેના ઉત્તરમાં ગુરુદેવ બોલ્યા –) પ્રિય જન્! મરણ અમુક સ્થળે થાય તે જ સમાધિ મરણ થાય કે કહેવાય એવું એને કશુંય ક્ષેત્રબંધન નથી. ગામમાં છે કે અરણ્યમાં હો, માત્ર એ સ્થાન નાનામોટા છવજંતુઓથી વ્યાપ્ત ન હોય અને શુદ્ધ હેય એટલું જાળવવું જોઈએ. એવું સ્થળ જેમાં પ્રથમ ત્યાં સૂકા ઘાસ કે દર્ભાદિની શયા પાથરવી– [૭] અને પછી તે શયા પર આહારત્યાગ (અણસણ) કરી શયન કરવું. આવા અણસણને આચરતો વિશિષ્ટ સાધક, જે કંઈ પરિષહ કે ઉપસર્ગ (સંકટ) ઉત્પન્ન થાય તે બધાને સમભાવપૂર્વક સહે અને કેાઈ મનુષ્યો અનેક પ્રકારનાં કષ્ટ આપે તેય મનથી પણ કલુષિત ન થાય. નોંધ –આ બને સૂત્રોમાં સૂત્રકારે બે વાત કહી છે. એક વાત તે એ કહી છે કે અણસણ કરવા માટે અમુક જ ક્ષેત્ર જોઈએ. બીજું હોય તો ન ચાલે એવા આગ્રહને સ્થાન નથી, કારણ કે સ્થાન એ તો માત્ર નિમિત્ત છે. ઉપાદાનની પૂર્ણ તૈયારી હોય તો નિમિત્તની પ્રતિકૂળતા તદ્દન ગૌણ બને છે. પણ માત્ર એટલે વિવેક રાખવો જોઈએ કે તે સ્થાન પવિત્ર હોવું ઘટે. સ્થાનનાં શુદ્ધ આદેલને રસમાધિમાં સહકારી નીવડે છે. અને બીજી વાત અંતિમ સમયે આવી પડતી આફતોના સંબંધમાં કહી છે. પ્રથમ સુધા, રેગ વગેરે સ્વજન્ય સંકટની વાત હતી. અહીં પરજન્ય સંકટની વાત છે. જોકે આત એ આક્ત જ છે. પણ તમે પોતે જે આક્તને જાણે છે તે સહન કરવી સહેલી છે. પરંતુ અન્ય તરફથી અને તે પણ કઈ જાતના વાંકગુના વગર જે આફત આવે છે. એ અપરિચિત હોવાથી સહવી કઠિન થઈ પડે છે. જો કે સ્વજન્ય કે પરજન્ય કઈ પણ જાતની આફતો આવે છે એ આકસ્મિક નથી,
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy