________________
૩પર
આચારાંગસૂત્ર
પણ એ દેખાતાં કે નહિ દેખાતાં એવાં પોતાનાં જ કરેલાં કર્મોનું પરિણામ છે, અને તે પિતાને જ ભેગવવાં રહ્યાં, એવી જેની શુદ્ધ સમજ છે. તેને માટે સહનશકિતને પ્રશ્ન ગૌણ છે. કારણ કે વિવેકી સાધક એ બધું પ્રેમપૂર્વક સહી શકે છે. સહવું એટલે કેવળ ભોગવી લેવું એટલું જ નહિ, બલકે એ સંકટનાં નિમિત્ત પર લેશ માત્ર પણ મનમાં કલુષિત ભાવ કે પ્રતિકારક ભાવ ન આવવા દે. એ જ આદર્શ સહિષ્ણુતા છે.
જોકે આવા ઉચ્ચ સાધકો પાસે એવી સિદ્ધિ, શક્તિઓ અને એટલું સામર્શ હોય છે કે તેઓ ધારે તે બેઠાં બેઠાં પણ અનેક બળે સામે પ્રતિકાર કરી શકે છે. તોયે તેઓ એનો પ્રવેગ કરવાનું ઇચ્છતા નથી, એટલું જ નહિ પણ બીજાનું અનિષ્ટ સુદ્ધાં ચિતવતા નથી. આ દશા જ એમની સાચી સહિષ્ણુતાની કે સમભાવની પ્રતીતિરૂપ છે.
[૮] મેક્ષાભિમુખ જંબૂ! વળી કીડીઓ, કીડાઓ, મચ્છર, ગીધ વગેરે પક્ષીઓ, માંસભક્ષી કે લેહી પીનારાં ઇતર હિંસક પ્રાણીઓ, સર્પ કે સિંહ વગેરે જેવો ( જંગલમાં અણસણ કરી મૃત્યકાળપર્યત સમાધિસ્થ રહેલા સાધકને) કંઈ પણ ઉપદ્રવ કરે તે તે પ્રસંગે મુનિ કશે પણ હાથથી કે રજોહરણદિ સાધનોથી તેને પ્રતિકાર કરે નહિ.
નોંધ:–મચ્છરના એક નાના સરખા ચટકાને સહન કરવામાં પણ કેટલી સહિતા કે બળની આવશ્યક્તા પડે છે, એનો ખ્યાલ અનુભવથી આવી શકે તેમ છે. પણ એ બળ જેમ વાત કરવાથી કે માત્ર શરીરશકિત કેળવવાથી આવી જતું નથી, તેમ સહવાથીચે આવી જતું નથી. એ માટે તે જમ્બર નિશ્ચયબળ જોઇએ. “ જગતની કોઈ પણ કિયા અસહજ થતી નથી. સર્પ કે સિંહનું અમુકને કરડવું, અમુકનું અમુકને જ ઉદ્દેશીને રંજાડવું વગેરે થાય છે તે એનામાં પરસ્પર રહેલાં વૈર અને ભયના સંસ્કારને લીધે જ થાય છે. આવો જેને દઢ નિશ્ચય છે,” તે જ સાધકમાં આટલું બળ આવી શકે છે. એ જાતના બળ વિના સહન કરવું સહેલું છે, પણ સમભાવ જાળવે દુર્લભ નહિ તો અશક્ય છે. એથી જ સૂત્રકાર મહાત્મા કહે છે કે જે સમાધિ ઈચ્છતો હોય તેણે આ બાહ્ય પ્રતિકારથી મનને પર રાખવું.