SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ સમાપિવિવેક ]િ પ્રિય જબ! સાંભળઃ દેહ પર આવી પડેલાં સંકટ કેવી રીતે સહન થઈ શકે એનું હું સ્પષ્ટીકરણ કરું છું. (ઘણીવાર તે એવું જ બને છે કે એ સાધકનાં ચિત, પ્રાણુ અને મન એવા કેઈ ઉમત ભૂમિકાના પ્રદેશમાં લેવાથી એ સાધકને પિતાના દેહ કે પ્રાણ પર શું થઈ રહ્યું છે એને ખ્યાલ પણ હેતો નથી. અને ખ્યાલ આવે તોય એની આંતરિક શક્તિ ખૂબ વિકસિત હોવાથી એ પ્રસંગે) એ વિશિષ્ટ સાધક એમ ચિંતવે છે કે આ બિચારાં પશુઓ મારું શરીર ખાય છે. પણ મારા આત્માને ખાવાની તેમનામાં તાકાત નથી. મારા આત્માને જે કાઈ ખાઈ શકતું હોય તે તે મારા પિતામાં રહેલા શત્રુઓ જ માત્ર, કે જે બીજા પ્રત્યે ખેટે પ્રતિકાર કરવા સારુ મને ઉશ્કેરી રહ્યા છે. આથી મારા સાચા શત્રુઓ-ક્રોધ, માન, માયા અને લેભાદિ શત્રુઓને જ મારે પ્રતિકાર કરવો ઘટે. એમ ચિંતવી તે અધ્યાત્મધ્યાનમાં લીન થાય છે. પ્રિય જંબૂ! આવું સર્વ સાધકે ચિંતવીને સ્થિર થાય, પણ તેવી બાહ્ય અસરથી પિતાનું નિયત કરેલું સ્થળ છેડી બીજે સ્થળે ન જાય. ( કારણ કે તેમ કરવાથી સમાધિભંગ થાય છે.) સારાંશ કે પાપના હેતુઓને છોડી દઈ આનંદમાં રહી બધું સહન કરવું અને સમભાવ ધારી રાખો એમાં સાધકનું હિત છે. નોંધ-આ સૂત્રમાં મન એથી પર કેમ રહે, એના ઉપાયો કે જેમનો ઉપયોગ અનુભવી જનોએ કર્યો છે એ બતાવ્યા છે. ખરી વાત તો એ છે કે શણ સાધકે કાર્ય સામે જેવા થોભતા જ નથી, અને કાર્ય પર નજર જાય તોયે તેઓ કાર્યને નથી તેડતા-કારણને જ તેડે છે. કારણ કે જેમ કાર્યનું મૂળ કારણ છે, એમ બહારના દુઃખનું મૂળ પણ પિતામાં રહેલું કારણ છે, એ વાત તેઓ બરાબર જાણે છે. [૧૦] વહાલા જંબૂ! ગીતાથી મુનિ સાધક આ રીતે શાસ્ત્રોઠારા સંયમ અને ધ્યાનના રહસ્યને જાણીને મૃત્યુકાળ આવ્ય ઇગિત મરણ નામનું અણુસણ આચરે છે. એ અણુસણ ભક્તપરિક્ષાની અપેક્ષાએ તો ઘણી રીતે કઠિન છે. . . . ૨૩
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy