________________
સમાધિવિવેક
બને છે. આટલું સમજનાર સાધક પ્રત્યેક ક્રિયામાં વિવેક ન જાળવી રાખે એ કહેવાની જરૂર નથી.
આ પરથી ક્રિયા મૂકી દેવી એટલે આળસુ બની જવું, કે બેટે માર્ગે જવું, એ ઊલટે અર્થ કોઈ ન લઈ લે. ખરી વાત તે એ છે કે જે સાધક આટલો વિવેકી હશે તે કોઈ પણ સ્થિતિમાં પતન તો નહિ જ પામે, એટલી ખાતરી રાખવી જ રહી. વિવેકી સાધક એક ક્રિયા મૂકી દે, તોય એ બીજી ક્રિયા પકડ્યા વિના રહી શકશે જ નહિ. કારણ કે વિકાસનું એનું દયા તે બરાબર જ હશે. તે નિવૃત્ત હશે તેય નિવૃત્તિમાં પોતાના સંકલ્પબળને વધુ ને વધુ કેળવશે, ક્રિયાના ચેચને ફરીને તે ચોક્કસ તપાસશે, અને આવું બળ પ્રાપ્ત કરી તાજો થઇ પાછી એ અધૂરી અથવા પિતાનું સિદ્ધ કરતી બીજી કઈ ક્રિયાને હાથમાં લઈ આગળ ધપશે જ. પરંતુ ઊલટું જેઓ આવે વખતે આટલે વિવેક જાળવતા નથી, તેઓ કેવળ શુષ્ક ક્રિયાકાંડી બની સાધનામાર્ગમાં રહેવા છતાં સાચું ધયેય નથી પામી શકતા. એનું આંતરિક અને બાહ્ય જીવન બને નિરાળાં બની જાય છે. એટલું જ નહિ પણ કંટાળાના અતિભારે મહાપતનની ગર્તામાંયે એવા સાધકો કેટલીકવાર ધકેલાઈ જાય છેએનાં અનેક દૃષ્ટાંતો છે. એટલે આ સૂત્રને સારાંશ એ છે કે જે સાધક દયેચ તરફ અભિમુખ થયો હોય, તેણે આવા સમયે ક્રિયામાં નવીનતા અને સંગીનતા લાવવા પૂરતો આરામ લે વેચે છે. એ આરામ એટલા માટે કે ફરી તાઝગી આવે. રસ અને પ્રેમપૂર્વક જે ક્રિયા થાય છે, તે જ સંગીન અને પરિપકવ ફળ આપી શકે છે. એ ભૂલવા જેવું નથી. જેમ રાત્રિ એ નિક્રિયતા માટે નથી, પણ દિવસના શ્રમને નિવારી વળતા દિવસે વધુ કામ કરવા માટેના આરામ સારું છે, અને એ નૈસર્ગિક તથા આવશ્યક પણ છે, તેમ એવા વિવેકી સાધકની નિવૃત્તિ એ પણ શ્રેયસાધક અને ઉપયોગી છે. આટલું સૌ કોઈ મનન કરે. ઊંડા મનન પછી આ સૂત્રનું રહસ્ય સ્પષ્ટ સમજાશે.
[૪] (વહાલા જંબૂ ! અણસણ કરે, મરણને ભેટ, એ પદે પરથી જીવિતને જાણે કરીને નષ્ટ કરી નાખવાને કઈ અવળો અર્થ ન લઈ લે તે ખાતર કહ્યું છે કે – ) જીવન અને મરણએ બને સ્થિતિ પૈકી