________________
સાણમાં સાવધાની
૩૪૩ [૫] સત્યવાદી, પરાક્રમી, સંસારને પારગામી હોય કે “પછી મારું શું થશે ?” એવા ભયથી સર્વથા રહિત, વસ્તુસ્વરૂપને યથાર્થ જાણકાર અને બંધનેની જાળમાં નહિ ફસાયેલે એવો મુનિ સાધક જિનપ્રવચનમાં અંતપર્યત દઢ વિશ્વાસુ બની ભયંકર પરિષહ કે ઉપસર્ગોમાં પણ સમતા રાખી શકે છે, અને આ વિનશ્વર દેહમાં મેહમુગ્ધ ન બનતાં આ રીતે જીવનના અંતપર્યત સત્ય અને દુષ્કર સાધના સાળે જાય છે. આ જાતનું સ્વેચ્છાથી મરણને ભેટવું તે (આપઘાત નહિ, પરંતુ પ્રશસ્ત મૃત્યુ ગણાય છે. તે ઉચ્ચ શ્રમણ સાધક આત્મરિપુઓને અંત કરી શકે છે. આ રીતે આ બીજાં સમાધિ મરણોની જેમ પાદપપગમન મરણનું શરણું પણ કૈક નિર્મોહી પુરુષોએ લીધું છે. માટે તે હિતકર્તા, સુખકર્તા, સુયોગ્ય, કર્મક્ષયના હેતુરૂપ અને ભવાંતરમાં પણ ફળપ્રદ નીવડે છે. (તેમ સ્વીકારવામાં ખાસ અપાય નથી.)
ઉપસંહાર પાંચમા ઉદેશકમાં ભક્તપરિક્ષા, છઠ્ઠામાં ઇગિત મરણ અને સાતમામાં પાદપપગમન મરણની વિધિ છે. જીવનથી મરણ સુધીના પ્રત્યેક પ્રસંગે દયમાં અડગ રહેવું એ એને સાર છે. જે ક્રિયાથી સમભાવ પ્રાપ્ત થાય અથવા જે ક્રિયા કરતાં સમભાવ રહે, તે જ ક્રિયા યેયને પહોંચવાનું સાધન ગણું શકાય.
આ રીતે અનેકાંતવાદની જીવનમાં પળે પળે ઉપગિતા સિદ્ધ થાય છે. અનેકાંતવાદ સમભાવને પ્રેરક અને સમાધિને સાધક છે. સાધ્યમાં સાવધાની રાખનાર પ્રત્યેક સાધક એનું શરણું સ્વીકારી એને પોતાને બનાવી લે. .
એમ કહું છું. વિમેક્ષ અધ્યયનને સપ્તમ ઉદ્દેશક સમાપ્ત થયો.