________________
સાધ્યમાં સાવધાની - ૩૪૧ પરંતુ હું લાવી નહિ આપું; (૪) હું અન્ય માટે લાવીશ પણ નહિ, અને લઈશ પણ નહિઃ આ ચાર ભાંગા (વિભાગ) પૈકી કઈ એક જાતની પ્રતિજ્ઞા કરી હોય અથવા તે કોઈ પણ જાતની વાંછના રાખ્યા સિવાય નિર્દોષ રીતે પ્રાપ્ત થયેલા છતાં મારી આવશ્યક્તા કરતાં
અધિક પદાર્થ મળ્યા હોય તે એ દ્વારા મારા સ્વધર્મી મુનિ સાધકની હું સેવા કરીશ; કિંવા એ દષ્ટિબિંદુથી જે કોઈ બીજા શ્રમણ સાધકે સેવા કરશે, તે તેને હું સ્વીકારીશ (એ પૈકી કોઈ પણ જાતની પ્રતિજ્ઞા કરી હોય તે તેમાં પ્રાણાંત દઢ રહેવું પરંતુ પ્રતિજ્ઞા કદાગ્રહ કે અહકારના દેષથી દૂષિત હેવી ન જોઈએ).
ગુરુદેવા ! પ્રતિજ્ઞાનું ફળ શું? ગુરુદેવે કહ્યું. શ્રમણ ભગવાન મહાવીરદેવે કહ્યું છે કે પ્રતિજ્ઞાથી લઘુતા પ્રાપ્ત થાય છે અને સહજ તપશ્ચર્યા થાય છે. માટે ભગવાનભાષિત સદ્ધર્મનું રહસ્ય સમજી સર્વ સ્થળે સમભાવની વૃદ્ધિ કરતા રહેવું ઘટે.
નેધ–ઉપરનાં બે સૂત્રોમાં અનેકાંતવાદ રજૂ કરી, સાથ તરફ દષ્ટિ રાખી, પ્રત્યેક ક્રિયા કરવાનું સૂચવી સૂત્રકાર પ્રતિજ્ઞા પર ભાર મૂક્તા કહે છે કે પ્રતિજ્ઞા એ સંકલ્પબળ વધારવાનું પ્રબળ સાધન છે. સાધકની સાધનામાં પ્રતિજ્ઞા એ સહચરી જેવું કાર્ય કરે છે. રખે કોઈ પ્રતિજ્ઞાને બંધનરૂપ માનીને અવગણે! જે સાધકે પ્રતિજ્ઞાને પરતંત્રતા માની દૂર રહ્યા છે, તેમાંના અપવાદ બાદ કરીએ તો તે લગભગ સ્વછંદતા અને ઉછુંખલતાનાં ચક્રોમાં ફસાઈને સ્વતંત્ર નહિ પણ પ્રકૃતિ અધીન બની પતન જ પામ્યા છે. પણ આટલું સાંભળી કઈ સમજ્યા વિના ગમે તે જાતની પ્રતિજ્ઞા લઈ સંતોષ ન માને, પણ એને સમજીને સ્વીકારે; એટલા ખાતર ઉપર પ્રતિજ્ઞાનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. જોકે ઉપરની પ્રતિજ્ઞા તો ભિક્ષુ અને શ્રમણ સાધકને અનુલક્ષીને છે, પરંતુ તેમાંથી ભાવ એ નીકળે છે કે પ્રત્યેક સાધકે એવી પ્રતિજ્ઞા લેવી જોઈએ કે જે પ્રતિજ્ઞાથી વૃત્તિ પર કાબૂ આવે અને વિકાસ થાય. સૂત્રકારે એમ પણ કહી દીધું છે કે પ્રતિજ્ઞાનું ફળ ઉધાર નથી, રોકડું છે. જે જાતની પ્રતિજ્ઞા કરી હોય એટલા દૃઢતાના સંસ્કાર સ્થાપિત થાય.