________________
સાધ્યમાં સાવધાની
૩૩૯
કંઇ ઉદ્ધાર નથી. ઉદ્ધાર તે હદયની શુદ્ધિપૂર્વક વિકાસના દયે થતી ક્રિયાએમાં છે. કેઈ પણ ક્રિયાઓમાં આગ્રહ ન હોવો ઘટે, તેમ દંભ પણ ન હવે ઘટે; કારણ કે તેમ કરવાથી અનેકાંતવાદને લેપ થાય છે. અનેકાંતવાદ એટલે સાપેક્ષવાદ–વસ્તુ એક હોવા છતાં એના ધર્મો પલટાય છે એટલે દષ્ટિબિંદુઓનાં પરિવર્તને સ્વાભાવિક છે, એવું દૃષ્ટિબિંદુઓનું સ્વરૂપરહસ્ય જાણ એમને સ્વીકાર કરે તે.
સત્ય દયેચ કે સાધ્ય જે કહે તે–ઉપાસ્ય તે સૌનું એક જ છે, પણ જીવોની ભૂમિકા ભિન્નભિન્ન હોઈ બાહ્ય સાધને કે ક્રિયાઓના અનેક ભેદે હોઈ શકે છે અને એ ક્ષમ્ય છે.
એક ક્રિયા અમુક સાધક માટે આચરણીય હેય, બીજા માટે ન હોય; એક અધિક શક્તિમત્તાથી અધિક કરી શકતું હોય, બીજો અલ્પ કરી શકો હોય કે ન કરી શકતો હોય; છતાં એ બને સાધકો પરસ્પર પ્રેમપૂર્ણ જીવી શકે એવું અનેકાંતવાદ શીખવે છે.
અનેકાંતવાદી પિતે એકાંત સત્યાથી હશે, એના જીવનમાં દઢ સ્થિરતાયે હશે, પણ સત્યની સાધનપ્રણાલિકાઓ અનંત છે એને એ જરૂર સ્વીકાર કરશે; એટલે એની દૃષ્ટિમાં એકાંત નહિ હોય.
અનેકાંતવાદી પતિત પર પણ દ્વેષ નહિ કરે, એની દૃષ્ટિએ તે એ પણ એક ભૂમિકા છે એમ એ માનશે, અને પતિત સારુ તો ઊલટે નિકટવર્તી બની પ્રેમ અને વાત્સલ્ય ઠાલવી એને માર્ગે લાવવાનો પ્રયત્ન કરશે અથવા એ સમય નહિ પાકો હોય તો તે મૌન સેવશે, પણ એના પ્રત્યે એ ધૃણા, તિરસ્કાર કે નીચતાની દૃષ્ટિથી નહિ જુએ.
અનેકાંતવાદી પરમત, પરવિચાર અને પરાર્થસહિષણ હશે. એનામાં ધર્મઝનૂન કદાગ્રહ કે વૈરવૃત્તિને જગાડનારાં કે વધારનારાં ત નહિ હોય. આથી એ જગતને સમસ્ત જીવોને સાચો મિત્ર, બંધુ અને હિતૈષી હશે.
આવો અનેકાંતવાદ જીવનમાં વણાય એટલે વિક્ય સહેજે જાગે અને વ્યવહારુ બને.
[૨] અથવા જે તે સાધક ઉચ્ચ કોટિ (દેહલજજાથી પર થયેલી સ્થિતિ)એ પહોંચ્યો હોય કે પિતાને માટે (વસતિથી પર