________________
૩૪૦
આચારાંગસૂત્ર
રહેતે હેઈ) વસ્ત્રની આવશ્યકતા ન લાગતી હોય, તો તે વસ્ત્રરહિત પણ રહી શકે છે. પરંતુ તેમાં રહેતાં તૃણસ્પર્શ, ટાઢ, તાપ, ડાંસ, મછર તથા બીજા પણ અનેક પ્રકારના અનુકૂલ કે પ્રતિકૂળ પરિષહે આવે ત્યારે એ પરિષહોને સમભાવપૂર્વક સહન કરવાની એનામાં શક્તિ હોવી જોઈએ. તે જ તો અલ્પ ચિંતાવાન રહી શકે અને એને આદર્શ તપશ્ચરણની પ્રાપ્તિ થાય. માટે આ શ્રમણ ભગવાને જે કંઈ કહ્યું છે તેનું રહસ્ય સમજીને સર્વ સ્થળે સમતાગની સિદ્ધિ કરતા રહેવું.
નેધ–વસ્ત્રત્યાગ કરે કે ધારણ કરો, માત્ર તે ક્રિયા તો સાધન છે, તેનું ક્ષણે ક્ષણે ભાન રહેવું ઘટે. વસ્ત્ર ધારણ કરવાં જ જોઈએ, નહિ તે આદર્શ ન ગણાય, તેમ જ વસ્ત્ર ત્યાગવા જ જોઈએ તો જ મુક્તિ મળે, આ બન્ને આગ્રહોમાં સત્યને અ૫લાપ છે. તેથી જ સૂત્રકાર કહે છે કે –વસ્ત્રત્યાગ કે વસ્ત્રધારણ એ માત્ર બાહ્ય વ્યવહાર છે. વ્યવહાર તો એક સાધનમાત્ર છે. જેમ જેમ ભૂમિકા ફરે તેમતેમ તેમાં પલટે થાય એ સ્વાભાવિક છે, થે પણ જોઈ એ, એને એક જ સ્વરૂપે પકડી રાખવામાં ઊલટું દયેય હણાય અને વ્યવહાર કેવળ રૂઢિરૂપ બની જઈ બેવડું નુકસાન કરે.
દા. ત., જે સાધક સમાજની ચાલી આવતી રૂઢિને વશ થઈને કે પ્રશંસા ખાતર કે એવા બીજા કેઈ કારણને વશ થઇને વસ્ત્ર ત્યાગી શકે છે પણ અભિમાન કે કદાગ્રહ ત્યાગી શકતો નથી, એ સાધક આ જાતનો બાહ્ય ત્યાગ કર્યાથી કઈ શાતિ મેળવી શકવાનો ? સારાંશ કે બાહ્ય ત્યાગ આંતરિક ઉપાધિ ઘટાડવાની દૃષ્ટિએ ઉપયોગી છે. આંતરિક ઉપાધિ તો સમજ અને શક્તિપૂર્વક કરાયેલા ત્યાગથી જ ઘટી શકે. એટલે જ્યાં સુધી તેવી સ્થિતિ રહેતી હોય ત્યાં સુધી જ ત્યાગ પચ્ય બને છે, અને શક્તિ કે સમજ વિનાને ત્યાગ પ્રાયઃ દંભ, માયા અને પતનના કારણભૂત બની રહે છે. આ વાત ચિતનીય છે.
[૩] પ્રિય જંબૂકોઈ પ્રતિજ્ઞાધારી ગુરુકુલમાં રહેલા શ્રમણ સાધકે (૧) હું અન્ય શ્રમણ સાધકને માટે ખાનપાન, વસ્ત્રાદિ લાવી આપીશ તેમ જ અન્ય શ્રમણ સાધકે લાવેલું પણ હું લઈશ; (૨) બીજાને લાવી આપીશ પણ લઈશ નહિ; (૩) બીજાનું લાવેલું લઈશ.