________________
સપ્તમ ઉદ્દેશક
સાધ્યમાં સાવધાની
સાધ્ય જળવાતું હોય તે સાધનામાં કાળ, મળી આવસ, સ્થાન ઇત્યાદિ તપાસીને વિવેકપૂર્વક પરિવર્તન કરવાની છૂટ હોઈ શકે છે. પણ કેવા સગામાં અને કેણ કરી શકે ? તે જ વિચારવાનું છે. એમ સમજાવતા
ગુરુદેવ બોલ્યા– [૧] આત્માથી જબૂ! જે સાધક હમેશાં વસ્ત્રરહિત (દિગંબર) રહેતું હોય છતાં એને એ વિચાર આવે કે હું ઘાસના સ્પર્શનું દુઃખ વેઠી શકું છું, તાપનું દુઃખ ખમી શકું છું, ડાંસ, મચ્છરની પીડા સહી શકું છું, અને બીજા પણ અનુકૂળ કે પ્રતિકૂળ પરિષહે સહન કરી શકું છું. પણ વસ્ત્રરહિત રહેતાં મને શરમ લાગે છે, તે તે સાધક અવશ્ય કટિવસ્ત્ર (ચલપટ્ટો) રાખી શકે છે.
નેધ–કે આ વાત જિનકલ્પિત મુનિને ઉદેશીને કહી છે, છતાં આમ કહેવાનું રહસ્ય એ છે કે માત્ર વસ્ત્રપરિધાન કે વસ્ત્રત્યાગમાં જ