________________
આચારાંગસૂત્ર મૃત્યુસમયની શાન્તિ નવીન દેહનું શાન્તિબીજ છે. તેથી જ આ સૂત્રમાં કહ્યું છે કે – જ્યારે એ સાધકને પિતાને પોતાનું શરીર હવે કાર્ય યોગ્ય રહ્યું નથી એમ જણાતું હોય અને પોતાના મૃત્યુની આગાહી પણ તુરતમાં જ જણાતી હોય ત્યારે એ અણસણ કરે. અણસણ એ કોઈના ઉપર અજમાવવાને કે કેઈને દેખાડવાનો પ્રયોગ નથી. એ તો અંતિમ વખતે આત્મા પૂર્ણ સમાધિમાં રહે પિતાના નિજ સ્વરૂપમાં રહે તે માટેનો સાધનાપ્રયોગ છે.
[૪] (અણસણ કેણ કરી શકે એના સ્પષ્ટ ગુણો વર્ણવતાં સૂત્રકાર કહે છે કે –) સત્યવાદી, પરાક્રમી, સંસારનો પારગામી “હાય હાય પછી મારું શું થશે” એવા ભયેથી સર્વથા રહિત, વસ્તુસ્વરૂપને યથાર્થજ્ઞાતા અને બંધનોની જાળમાં નહિ ફસાયેલે એ મુનિ સાધક જિનપ્રવચનમાં અંતપર્યત દઢ વિશ્વાસુ બની ભયંકર પરિષહે કે ઉપસર્ગોમાં પણ અડગ રહી શકે છે. અને આ વિનશ્વર શરીર ઉપર તે મહમુગ્ધ ન બનતાં ઉપર્યુક્ત સત્ય અને કઠિન કાર્ય પાર પાડે છે. એ રીતે આ જાતનું મરણ એ સ્વેચ્છાથી નોતરેલું મરણ હોઈ તે (આપઘાત નહિ) પણ કાળપર્યાય (પ્રશસ્ત મરણ) મૃત્યુ જ ગણાય છે, અને તેથી જ તે સાધક કર્મ ઉપર વિજય મેળવે છે. આ રીતે આ જાતના ઇગિત મરણનું શરણું કૈક નિર્મોહી પુરુષોએ લીધું છે. માટે તે હિતકારી, સુખકારી, સુગ્ય, કર્મક્ષયના હેતુભૂત અને પુનર્ભવમાં પણ પુણ્યપ્રદ થાય છે.
નેધ ઉપયોગિતાની દૃષ્ટિએ દેહરૂપી સાધનનો જે સંયમીએ ઉપયોગ કર્યો છે તેને એ સાધન જીર્ણ થયે મોહ ન હોય એ સ્વાભાવિક છે. અણસણુ એ એક છેલ્લી કસોટી છે. જીવનસાધનામાં એ સાધકે કેટલું મેળવ્યું એ આ પ્રસંગથી સહેજે મપાઈ રહે છે. પણ સત્યાથી, આત્મલક્ષી, વીર અને ધીર એવાં વિશેષણો વાપરી એવા જ પુરુષો તે પરીક્ષામાં પાર ઊતરે છે અને તેવા સાધકને અણસણ શ્રેયસાધક બને છે બીજાને નહિ, એમ સૂત્રકારે કહ્યું છે. એને સારાંશ એ છે કે અણુસણથી મૃત્યુને ભેટવું એ જેને સહજ હાચ તે જ એનું શરણ લે.