________________
૩૩૪
આચારાંગસૂત્ર “ર વૈ સઃ ” એવું સૂક્ત છે. સારાંશ કે –જે સાચા રસને પિપાસુ હશે તે એટલો જ સ્વયં સ્વાદથી પર હેવાને, અને આ રીતે તેના જીવનમાં સ્વાદ જય પ્રત્યેક રીતે મહત્વનું અંગ બની રહેવાનું.
[3] વહાલા અભય જંબૂ! સદ્દવિચાર, સંયમ અને તપ એ ત્રિપુટીને સહચાર સેવતાં જેમજેમ અહંકાર લય થતું જાય તેમ તેમ દેહભાન છૂટતું જાય. આ રીતે એ વિકાસના પથમાં વિહરતા સાધને
જ્યારે એવો ખ્યાલ આવી જાય કે હવે મારું શરીર (માંદગી કિવા તપથી) સાવ ક્ષીણ થઈ ગયેલું હોવાથી, સાધનાસંયમની ક્રિયાઓ માટે ઉપયોગી રહ્યું નથી–અર્થાત હવે મૃત્યુને કિનારે પહોંચી ગયું છે—ત્યારે જીવન કાળના સરવાળારૂપ મૃત્યુને ભેટવા માટે તત્પર થાય અને અંતકાળની સુધારણું માટે દ્રવ્યથી આહારાદિ પર અને ભાવથી કષાયાદિ શત્રુઓ પર ક્રમશઃ વિજય મેળવીને અંતે શરીરજન્ય વ્યાપારે બંધ કરે, અર્થાત સમાધિસ્થ બનીને અને કાષ્ઠના પાટિયાનો જેમ (સહજ સહિતા અને સમતા સાધીને) શરીરનું મમત્વ ત્યાગી દે. આમ કરવાથી દેહરાગાદિથી સપડાયેલ હોય તો પણ એવો સાધક સમાધિમરણદ્વારા વૈર્યને પ્રાપ્ત કરી તથા દેહસંતાપથી દૂર રહી સુખદ મરણ મરી શકે છે.
આ મરણને ઈંગિત મરણ પણ કહેવાય છે. તેની મર્યાદાવિધિ આ પ્રમાણે છે: ગામ, નગર, ખેડ, કસબ, મંડપ, પાટણ, બંદર, અગર, આશ્રમ, નેસડા, વ્યાપારસ્થળ કે રાજધાનીમાં જઈને ત્યાંથી ઘાસ કે (પરાલ) તણખલાં માગી લાવવાં અને તે લઈને એકાંત સ્થળમાં જવું, ત્યાં જઈ કીડીઓનાં ઈંડાં, જીવજંતુ, બીજ, વનસ્પતિ, ઝાકળ, પાણી, કીડીઓનાં નગરાં, લીલફૂલ, લીલી માટી તથા કળિયાની જાળ, વગેરેથી રહિત જમીનને ઉપગપૂર્વક સુંદર રીતે જઈ પૂછ પ્રમાર્જન કરી ઘાસની શય્યા પાથરવી.
નોંધ –ઈવરિક અણુસણુ અમુક કાળનું મર્યાદાવાચી હોય છે અને તેવું અણસણુ તો શ્રાવક જ કરે. તેમાં એવી મર્યાદા હોય છે કે જે હું આ