________________
દજય -
૩૩૧
છે. જેમ રાગ અને દ્વેષ સંસારનાં મૂળભૂત કારણે છે, તેમ અભિમાન પણ મૂળભૂત કારણ છે. અહના અજ્ઞાનથી અભિમાન જન્મે છે. આથી તેને લચ કરવા માટે સાધનાને માર્ગ આવશ્યક છે. જેમ જેમ એ કાંટે નીકળતું જાય તેમતેમ સરળતા, ઉદારતા અને સત્યનિષ્ઠા જાગે. આથી જ સાધનાને મુખ્ય હેતુ અભિમાનને લય કરવાનું છે એ વાત ફરીફરી એક યા બીજી રીતે સૂત્રકાર મહાત્મા કહેતા આવ્યા છે. અને તે “આત્મા આ સર્વ બાહ્યભાવથી પૃથક છે, આ દેખાતા વિકૃત ભાવ એના ઘર્મો નથી, જડના સંસર્ગથી અહત્વની જે ભાવના જાગે છે તે વાસ્તવિક નથી” એવા એવા વિચારથી કમશઃ ક્ષીણ થવાનો સંભવ છે. પણ આ વિચારે કેઈના ઉછીના લીધેલા કે વારસાથી મળેલા ન હોવા જોઈએ. પોતાના જ અંતઃકરણથી ઉદ્ભવે છે. તે વિચારે જ જીવનના સંસ્કાર પર ગાઢ અસર કરે છે. અને જીવનના સંસ્કાર પર અસર થવાથી તેવું જીવન અને જીવનવ્યવહાર સુધરતાં જાય છે.
[] પરંતુ મેક્ષના મૌક્તિક જંબૂ! “આત્મભાન થાઓ ” એવી કેવળ ઝંખનાથી દેહભાન છૂટી શકતું નથી એ વાત ભૂલવા જેવી નથી. કારણ કે અનંતકાળના જડ શરીસ્ના સહાધ્યાસની આત્મા પર કારમી અસર હોય છે. તેથી સાધના સુંદર રીતે બને તેવી ક્રિયા આચરવી જોઈએ. શિષ્ય પૂછયું: ભગવદ્ ! દેહભાન ભૂલવા માટે સૌથી પ્રથમ કરવા જેવી સાદી અને સરળ ક્રિયા કઈ, તે કૃપા કરીને કહે. ગુરુદેવ બોલ્યા–પ્રિય આત્માથી જંબુ કોઈ પણ સાધક કે સાધિકાએ સૌથી પ્રથમ સ્વાદ પર જય મેળવવું જોઈએ. તેઓ ખાનપાનાદિ અવશ્ય કરે પરંતુ એ માત્ર દેહની સ્વાસ્થરક્ષા માટે જ હોય. કદી પણ સ્વાદની દૃષ્ટિએ તેઓ આહારને ડાબા ગલેફામાંથી જમણું ગલેફામાં કે જમણુ ગલેફામાંથી ડાબા ગલેફામાં ન લઈ જાય. આ રીતે સ્વાદેદિય પર કાબૂ મેળવવાથી ઘણીખરી પંચાત હળવી થઈ જવાની, અને તપશ્ચરણ પણ સહજ થવાનું એથી જ શ્રોભગવાને પોતે આમ ભાખ્યું છે. સૌ એને યથાર્થ વિચારીને, સમજીને તથા આચરીને સર્વથા સર્વત્ર સમભાવ કેળવવાને પ્રયત્ન આદરે.