________________
ષષ્ટમ ઉદ્દેશક
સ્વાદ
જેમ બાળત્વમાં સરળતા, કિશોરવયમાં સુકમારતા, તરુણવયમાં તરંગદશા, યુવાનીમાં તન્મના, પુખ્ત વયમાં બુદ્ધિ અને દેહ બનેની પ્રઢતા અને વૃદ્ધ વયમાં જીણુતા તથા ક્ષીણુતા સ્વાભાવિક છે, તેમ જીવનમાં મૃત્યુદશા એ પણ સહજ અને સ્વાભાવિક છે.
જ્ઞાની જને આ વાતને જાણે છે, સમજે છે, અને વર્તે છે. મૃત્યુને ભેટવું એ જ્ઞાની સાધકને મન જીવન જેવી જ સહજ લહાણું છે. પ્રત્યેક સ્થિતિમાં શરીરને તેઓ વાહન તરીકે સમજીને એને ઉપગ કરે છે, અને જ્યારે એ જાણે છે કે હવે સાધન ઉપયોગી રહ્યું નથી તેમ સાંધવાયેગ્ય પણ રહ્યું નથી, ત્યારે તેઓ તે પ્રત્યે તટસ્થ રહી મૃત્યુને સ્વેચ્છાથી આમ છે.
જે મૃત્યુના ભયને જીતે છે, તે જ મૃત્યુને જીતી શકે છે એમ ગણાય. મૃત્યુ એ તો નવજીવનની પૂર્વદશા છે એવી જેને પૂર્ણ પ્રતીતિ છે, તે મૃત્યુને વિજેતા છે. જે મૃત્યુને