________________
૩૨૮
આચારાંગસૂત્ર પિતે બિમારીને આવવાનાં કારણોથી દૂર રહેવું ઘટે, છતાં કર્મવશાત કે બીજી ભૂલને લઈને કદાચ આવે તોય એ સમયે બીજા સાધકને બેજારૂપ ન થવું ઘટે.
ઉપસંહાર સાધક સિદ્ધ ન બને ત્યાં સુધી પ્રત્યેક સાધનામાં પ્રતિજ્ઞા એ સાધકનું જીવનવ્રત હેવું ઘટે. ખાવામાં, પીવામાં કે બીજાની સેવા લેવામાં મર્યાદિત રહેવાની પ્રતિજ્ઞા, મહાવ્રતોને સંપૂર્ણ રીતે પાળવાના નિયમની પ્રતિજ્ઞા તથા અન્ય સાધકેની સેવાશુશ્રષા કરવાની ટેક ઇત્યાદિ પ્રતિજ્ઞાઓ સ્વીકારવી જોઈએ અને પ્રાણુન્તપર્યંત પાળવી જોઈએ. પ્રતિજ્ઞા ગઈ, એટલે મૃત્યુ જ થયું સમજવું. પ્રતિજ્ઞાન ભંગ માટે અપવાદને લેશ પણ સ્થાન નથી. એક નાની સરખી પ્રતિજ્ઞા ખાતર જીવન એવારી નાખવું જોઈએ. સંકલ્પબળની સિદ્ધિ પ્રતિજ્ઞાની દૃઢતા પર અવલંબે છે. પ્રતિજ્ઞા એ સાધકની સગી જનેતા છે, પ્રતિજ્ઞા પડતાને બચાવે છે, પડેલાને ઉગારે છે; પ્રતિજ્ઞાથી ઉપાધિઓ ઓસરે છે ને જીવન હળવું ફૂલ બને છે.
પ્રતિજ્ઞામાં મેરને કંપાવે, ધરાને ધ્રુજાવે અને હિમાલયને હઠાવે એવી દિવ્ય અને ભવ્ય ચેતનાશક્તિ છે. પ્રતિજ્ઞાની અપૂર્વ શક્તિ પૂર્વાચારોમાં ખેંચાતી સાધકની વૃત્તિને સ્થિર રાખે છે. પ્રતિજ્ઞાવાન જ સાચું સ્વાવલંબીત્વ સાંગોપાંગ ટકાવી શકે છે, એક પ્રતિજ્ઞાસિદ્ધ સાધક નિખિલ વિશ્વને નચાવી શકે છે, નમાવી શકે છે.
એમ કહું છું. વિમેશ અધ્યયનને પંચમ ઉદ્દેશક સમાપ્ત થયો.