________________
૩૩૦
આચારાંગસૂત્ર
વિજેતા છે, તે જ જીવનના સાચેસાચેા વિજેતા છે. એવુ વ્યક્ત કરવા માટે
ગુરુદેવ મેલ્યાઃ—
[૧] જે મહામુનિ સાધકને માત્ર એક જ વસ્ત્ર અને એક જ પાત્ર રાખવાની પ્રતિજ્ઞા હેાય તેમને “હું ખીજું વસ્ત્ર માણું ને રાખી મૂકે તેવી ચિંતા નહિ જ થવાનો. ( કારણ કે તે તેટલા અપ સાધનથી ચલાવી લેશે. ) આવા મુનિ સાધક વસ્ત્રની આવશ્યકતા હાય તાપણુ શુદ્ધ વસ્ત્રની જ યાચના કરે, અને પવિત્ર યાચનાથી જેવું વસ્ત્ર મળેલું હેાય તેવું પહેરે. ઉષ્ણ ઋતુ આવ્યા પછી ( વસ્ત્રની જરૂર ન હોય તે!) તે જીર્ણ થયેલા વસ્ત્રને ત્યાગી દે, અથવા આવશ્યકતા હાય તા તે એક વસ્ત્રના ઉપયાગ કરે, અથવા સાવ છેાડી દે, તેમજ લધુભાવને પામી સત્ર સમભાવથી રહે.
""
ભગવન્ ! લઘુભાવ કેમ મેળવી શકાય ? પ્રિય જમ્મૂ ! નિમ્નાત ભાવનાથી લઘુભાવ—ઋજીભાવ પ્રાપ્ત થાય છે. તે મુનિ સાધક એમ વિચારે કે “હું એકલા છું, મારું કાઈ જ નથી. તેમજ હું પણ કાઈ ને નથી. ” આ પ્રમાણે પોતાના આત્માનું એકત્વ વિચારીને, સમજીને અને અનુભવીને લઘુભાવ (નિરભિમાનતા ) પ્રાપ્ત થઈ શકે છે આ ક્રિયાને તપશ્ચરણ પણ કહેવાય છે. માટે ભગવાને જે ભાખ્યું છે તેને યથાર્થ જાણીને સ` સ્થળે સર્વ જીવ પ્રત્યે અને સર્વ પ્રકારે (મન, વાણી અને કર્મથી ) સમભાવને કેળવવા અને અનુભવવા
નોંધઃ—સૂત્રકારે અહી લઘુભાવ લાવવાના ઊંડા છતાં સ્પષ્ટ નિર્દેશ કર્યાં છે, અને તે પ્રાસંગિક છે. કારણ કે વિકાસના માર્ગમાં અભિમાનના કાંટા સાધકના પગને સ્તંભી રાખે છે. જેમજેમ જીવાત્મા કુર્મીના અચળ કાનૂનની અશ્રદ્ધાથી આત્માના અફાટ અને અનંત સ્વરૂપને દેહ અને એવા ખાદ્ય અમુક પદાર્થોમાં મમત્વ આરોપીને પૂરી દે છે, તેમતેમ એ કાંટા ઊંડા જતા જાય છે અને અનેક પ્રકારની આધિ, વ્યાધિ, અને ઉપાધિએ . જન્માવે