________________
૩૨૨
- આચારાંગસૂત્ર
તે પ્રતિજ્ઞા ભલે સામાન્ય હોય, તોયે પ્રતિજ્ઞામાં પ્રાણાંત ટકી રહેવું, પણ પ્રતિજ્ઞાભંગ ન કરો એવું જ મુખ્યત્વે ફલિત થાય છે. કારણ કે દેહભંગથી નવો દેહ સાંપડી શકે છે. પણ પ્રતિજ્ઞાભંગથી પ્રતિજ્ઞા નથી સાંપડતી. અને તેથી જ અહીં એક વાત નવીન અને ખાસ યાદ રાખવા જેવી એ મળે છે કે પ્રતિજ્ઞાભંગ એ મહા પતન છે. પણ એ પતન માત્ર પ્રતિજ્ઞાભંગથી થતી ક્રિયા માત્રથી થાય છે એમ નથી; ક્રિયા તો ગમે તેવી અધઃપતન હોય, તેય એ વૃત્તિના સંસ્કારે સુંદર હોય તો પતનનું નિવારણ સહજ શક્ય છે; પણ પ્રતિજ્ઞાભંગથી વૃત્તિ પર સંકલ્પબળની ક્ષતિના જે સંસ્કારે સ્થાપિત થાય છે તેનું નિવારણ સહજ શક્ય નથી. અને એ જ દષ્ટિએ પ્રતિક્ષાભંગની ભયંકરતા છે.
ઉપસંહાર વસ્ત્રપાત્રાદિ સાધના ત્યાગ કે સ્વીકારની પાછળ દેહ પરનું મમત્વ ઉતારી દેહની મર્યાદા અને સ્વાથ્ય જાળવવાને હેતુ છે. વૃત્તિના પૂર્વઅધ્યાસોને લઈને ભૂલી ન જવાય એ સાવધાનતા માટે પ્રતિજ્ઞાની પૂર્ણ આવશ્યકતા છે. એવા સાધકને માટે પ્રતિજ્ઞા માતાની ગરજ સારે છે. તે માતા દઢ સંકલ્પથી ટકે છે. ગમે તેવી કટીને પ્રસંગે પણ તેને ટકાવી રાખવા વીર અને ધીર બની તત્પર રહેવું ઘટે.
એમ કહું છું. | વિમેશ અધ્યયનને ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત થયો