________________
પાંચમ ઉદ્દેશક
પ્રતિજ્ઞામાં પ્રાણાપણ
વજ્રપાત્રનું સહરક્ષણ અને ભાજનાદિનું સેવન કેવળ દેહને સંયમ પાળવાયાગ્ય સુઘડ અને સુદૃઢ મનાવી રાખવા માટે છે. આથી શ્રમણ સાધક જેમ બને તેમ બહુ જ ઓછાં અને તે પણ શુદ્ધ સાધનાથી ચલાવી લેતાં શીખે. મા સાધના ઘટવાથી અતરની ઉપાધિ પણ હળવી થાય છે. ઉપાધિ હળવી થવાથી અશાન્તિમાં મેાટા ઘટાડા થાય છે અને સાધનાના માર્ગ સરળ બને છે.
ગુરુદેવ મેલ્યાઃ—
[૧] જે મુનિ સાધકને એક પાત્ર અને માત્ર એ જ વસ્ત્ર હાય તેને કદી આવી ઇચ્છા જ નહિ થાય કે હું ત્રીજું વસ્ત્ર માણુ. પણ જો તેની પાસે ખે વસ્ત્ર પણ પૂરાં નહિ હાય તા યથાયેાગ્ય સાાં એ વસ્ત્ર તેમને યાચવાં પડે એ કલ્પી શકાય છે, પરંતુ તે (આસક્તિરહિત) જેવાં મળે તેવાં જ પહેરવાં. એમ કરવું તે સાધુને આચાર છે.