________________
પ્રતિજ્ઞામાં પ્રાણાર્પણ
૩૨૫ નોંધ –ત્યાગ પણ સમજપૂર્વક અને કમપૂર્વક હે ઘટે. જે પદાર્થોના ત્યાગથી નિર્મમત્વ ન કેળવાય તે ત્યાગ આદર્શ ન ગણાય. અને આદર્શ ત્યાગ વિના કંઈ આદર્શ તપશ્ચર્યા ન ગણાય. એ આ સૂત્રને આશય છે.
' [3] કદાચિત પ્રસંગવશાત કેઈ ભિક્ષુ સાધકને એમ થાય કે રેગાદિ સંકટમાં આવી પડવાથી અશક્ત થઈ ગયો છું તેથી ઘેરઘેર જઈ ભિક્ષા લઈ લાવવા એટલે હું સમર્થ નથી. (આ પરિસ્થિતિ કેાઈને સ્વાભાવિક રીતે કહેવા જતાં) તે સાંભળીને કે જેઈને કઈ ગૃહસ્થ તેના માટે આહારાદિ પદાર્થો તેની પાસે ( જ્યાં તેનું ઉપાશ્રયસ્થાન હોય છે ત્યાં લાવી આપવા માંડે તો તે મુનિ સાધક તેને લેવા પહેલાં જ વિવેકપૂર્વક કહે કે આયુષ્યન ગૃહસ્થ! મારા નિમિત્તે આવેલા આ પદાર્થો કે તેવું બીજું કશું ખાવું પીવું, કે લેવું મને ક૫તું નથી. (હું જૈન શ્રમણ હોવાથી તે સંઘની નિયમવ્યવસ્થાને અનુસરીને એ લઈ શકું તેમ નથી.)
નોંધ:–આ સ્થળે જૈન સંઘની નિયમવ્યવસ્થાની કડક સ્થિતિનું માત્ર દિગદર્શન છે. બાકી મૌલિક સિદ્ધાંતના નિયમોને છોડીને અપવાદ દરેક સ્થળે હેઈ શકે છે. પરંતુ અપવાદમાગને ઉપયોગ પાકટ સાધકદ્વારા જ સમજીને વિવેકપૂર્વક થવો ઘટે, અન્યથા અર્થને બદલે અનર્થ થઈ જાય. આ સ્થળે ગૃહસ્થને બદલે શ્રમણ સાધકો લાવી આપે તે તે લઈ શકાય એવું વિધાન યાદ રાખવા ગ્ય છે. કારણ કે ભિક્ષુઓ કેઈને તકલીફ આપ્યા વગર જુદે જુદે સ્થળેથી ભિક્ષાદિ સામગ્રી લાવીને એ બિમાર ભિલુને આપી શકે છે. વળી ગૃહસ્થને આ રીતે અતિ પરિચય થઈ જાય અને રાગ બંધાય તો ભવિષ્યમાં કદાચ ત્યાગમાર્ગમાં કંઈક શિથિલતા આવવાનો ભય પણ રહે, એ દષ્ટિબિંદુ આ કથનની પાછળ મુખ્ય છે, તે ભૂલવું ન જોઈએ. અને આ વાત સૂત્રકાર મહાત્મા પોતે પણ સ્પષ્ટ કરી કરી દે છે. એટલે આ સૂત્ર પરથી એટલું ફલિત થયું કે મુનિ સાધકની માંદગીમાં મુનિ સાધકેની સેવા ઉપયુક્ત છે. કારણ કે મુનિનું જીવન કેઈને પણ દુઃખરૂપ કે બોજારૂપ ન થાય એ મુખ્ય હેતુ છે. બીજી વાત એ છે કે એક