________________
૩૨૪
આચારાંગસૂત્ર નેંધ –જિનકી, પરિહાર, વિશુદ્ધ ચારિત્રવાળા (ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા) સાધકે યથાસંદિક અને પડિમાધારી સાધુઓ જ માત્ર બે વસ્ત્રો ધારણ કરે છે. ત્રણ વસ્ત્રવાળા તે જિનકલ્પી પણ હોય અને સ્થવિરકલ્પી પણ હોય, એ શ્રીમાન શીલાંક સૂરિજીનો મત છે. આ સૂત્રમાં ગત ઉદ્દેશકના પ્રથમ સૂત્ર જેવો જ સાર છે. ભિક્ષુ શરીરની મર્યાદા અને આવશ્યક્તાને અનુલક્ષીને વસ્ત્ર, પાત્ર કે બીજું ઉપકરણ રાખે એટલે એમાંથી ફલિત થાય છે.
[૨] હવે જ્યારે મુનિ એમ જાણે કે હેમંત (ઠંડી) ઋતુ ગઈ અને ઉષ્ણ ઋતુ આવી ત્યારે જે વસ્ત્ર હેમંત ઋતુને અનુલક્ષીને વધુ સ્વીકાર્યો હોય તેને તે ત્યાગ કરે, અથવા (હજુ પણ ટાઢને સંભવ હોય તે ) પહેરે; કિવા ઓછાં કરે. એટલે કે એક વસ્ત્ર રાખે અને છેવટે તેની પણ જરૂર ન લાગતી હોય તે વસ્ત્રરહિત થઈ નિરાસતિ કેળવે. આમ કરવાથી તપશ્ચર્યા થાય છે. એમ શ્રી ભગવાને ભાખ્યું છે. પણ આ કથનનું રહસ્ય સમજીને મુનિ સાધકે વસ્ત્ર સહિત અને વસ્ત્રરહિત બને દશામાં સમતાગની સાધનામાં જરા પણ ન ચૂક્તાં અડગ રહેવું.
* પડિમાધારી એટલે અમુક પ્રકારના નિયમો ધારણ કરનાર ભિક્ષુ. એ નિયમ બાર પ્રકારના હોય છે–પ્રથમ પ્રતિમામાં પ્રથમ માસે રેજ એક વખત એક જ ઘેર આહારની એક દાત એટલે કે એકધાર તથા પાણીની એક ધાર લેવી ને તેથી નિર્વાહ કરે; બીજા, ત્રીજા, ચેથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા મહિનામાં જ બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત દાતા ઉપરાંત કશું લેવું નહિ, એ નિયમ રાખવો. આ રીતે સાત પ્રતિમાઓ થઈ, આઠમી પ્રતિમામાં સાત દિવસ સુધી એકાંતરા ઉપવાસ કરીને ઉત્કૃષ્ટ આસને એટલે કે કઠણ આસને બેસવું. નવમી પ્રતિમામાં સાત દિવસ એકાંતરા ઉપવાસ કરીને કેવળ દંડાસને બેસવું. દસમી પ્રતિમા નવમી પ્રમાણે જ છે. પણ ગાદેહિક આસને એટલે જેમ ગાયને દેહવા બેસે એવી રીતે બેસી રહેવું. અગિયારમી પ્રતિમા એક અહોરાત્રની છે. પ્રતિમા અગાઉથી બે ઉપવાસ કરી તે જ દિવસે મધરાત્રે ગામ બહાર જઈ કાયોત્સર્ગ કરો. બારમી કેવળ એક રાત્રિની પ્રતિમા છે. તે રાત્રિ પહેલાં ત્રણ ઉપવાસ કરી ત્રીજે દિવસે રાતે વનમાં રહેવું અને એકચિત્ત રહીને ઉપસર્ગ આવે તે સહેવા. આ રીતે બાર પ્રતિમાઓને ક્રમ પૂર્ણ થાય છે.