________________
૩૨૦
આચારાંગસૂત્ર કહેવાય છે કે આ પ્રમાણે કરવાથી નિર્મમત્વ ગુણની પ્રાપ્તિ અને સાધનનું લાધવપણું બન્ને પ્રાપ્ત થાય છે.
પ્રિય જંબુ! આને પણ ભગવાને તપ કર્યું છે. આ કથનનું આ રીતે રહસ્ય સમજીને સાધુઓ વસ્ત્રરહિત કે વસ્ત્ર સહિત ભાવમાં જેમ બને તેમ સમતાયોગી-સમભાવી રહે. | નેધ–શિયાળામાં ઠંડીના કારણે વસ્ત્રો આવશ્યક હોય માટે પહેરવાં એ ધર્મ, ઉનાળામાં જરૂરી ન હોય તે ત્યાગવાં એ ધર્મ. આમ કહીને ઉપરના સૂત્રને કેઈ અવળો અર્થ ન કરે તેને ખુલાસો આપી દીધો છે. જે વસ્ત્રોનું ધારવું કે ત્યાગવું શરીરની તન્દુરસ્તી માટે જ હોય, તે વસ્ત્રનું ધોવું પણું શરીરની તન્દુરસ્તીની દૃષ્ટિએ હોય એ વાત વિવેકબુદ્ધિથી સહજ રીતે સમજાઈ રહે. પણ કઈ અહીં પ્રશ્ન કરે છે તેવું વિધાન કેમ સૂત્રકારે નથી કર્યું? તો તેને ઉત્તર તો સ્પષ્ટ જ છે કે જે સૂત્રકાર સમસ્ત પદાર્થોને ત્યાગ કરવાનું કહે તે પુનઃ વસ્ત્રનું વિધાન કરે એની પાછળ જે વિવેક છે એ વિવેક જેને બરાબર સમજાય એને આ વિવેક પણ સહેજે સમજાશે. જૈનત્વ વિવેકીને જ પથ્ય છે. જે દર્શનનૈસર્ગિક હોય તે નૈસર્ગિક્તાના આકાંક્ષને પચે.
આ સૂત્રમાં વસ્તુત્યાગથી વૃત્તિમાં અપરિગ્રહપણું આવે, માટે વસ્તુને ત્યાગ ઈષ્ટ છે એમ સ્પષ્ટ સમજાવ્યું છે; એટલે વસ્ત્રધારણ કે વસ્ત્રપરિહારની ક્રિયાનું મહત્ત્વ કેવળ તેની પાછળની વૃત્તિ પર છે, માત્ર ક્રિયા પર નથી, એ સિદ્ધ થાય છે. સાધક આ દૃષ્ટિએ જોતાં શીખે તો જ સાચો સમભાવ આવે.
ઘણીવાર એવું બને છે કે ઉત્કૃષ્ટ ક્રિયાને પાળતો એક સાધક પોતાના મનમાં બીજા સાધકને પિતાનાથી જરા હલકે માનતા હોય, તોય પ્રેમ, સમાન ઇત્યાદિ ભાવો જાળવી શકે છે. પણ સૂત્રકાર કહે છે કે એમાંય સાચો સમભાવ નથી. સમભાવી સાધક હંમેશાં સૌનાં ચેતન્ય તરફ જુએ; કારણ કે ચિતન્ય તો સૌને સમાન છે. કેઈને આવરણ અલ્પ હોય તો તેને વિકાસ વધુ દેખાય, કેઈને આવરણ વધુ હોય તો તેનો વિકાસ અલ્પ દેખાય. એટલે બહિર્દષ્ટિને ત્યાગ કરી કેવળ ગુણગ્રાહી અને આત્માભિમુખ દૃષ્ટિથી જોઈને સૌ સાથે સમત્વ કેળવવું ઘટે.
[૩] જે મુનિ સાધકને સાધનાના કઠણ પંથમાં ચાલવા જતાં