________________
સંક૯૫મળની સિદ્ધિ
૩૧૯ તે શરીરશ્રૃંગાર માટે તે કશું ન જ વાપરે, અને જેને ઉપયોગમય દૃષ્ટિ અને વિવેકબુદ્ધિ હોય તે જરૂરિયાત કરતાં વધુ પદાર્થો પણ ન લે. કારણ કે તેમ કરી ઉપાધિમાં પડવું એને ગમે નહિ એ સ્વાભાવિક છે. તોયે સાધક માટે વસ્ત્ર, પાત્રાદિ સંચમનાં ઉપયોગી સાધનાની અહીં મર્યાદા બતાવી છે. એ મર્યાદા અભિગ્રહધારી ભિક્ષુની અપેક્ષાએ જ છે, એમ વૃત્તિકાર મહાત્મા માને છે. તે ગમે તે હે ! પરંતુ સૂત્રકાર આ સૂત્ર રજૂ કરીને એ સમજાવે છે કે જ્યારે પદાર્થોમાં જરૂરિયાત પૂરતી મર્યાદા બંધાય છે, ત્યારે મર્યાદાબહારના પદાર્થો પરનું મમત્વ સહેજે છૂટે છે. બીજી ચિંતા સ્વયં ક્ષીણ થાય છે, અને સંકલ્પબળ દેઢ થાય છે. એ દૃષ્ટિએ મર્યાદાપ્રતિજ્ઞા આવશ્યક છે.
બીજી વાત મર્યાદિત રાખેલાં સાધન પર પણ મમત્વ ન થાય તે સારું છે. તે પરથી વસ્ત્ર નવાં કે ન જોઈને રંગેલાં પહેરવાં એ ઉપલક અર્થ માની તેને દુરુપયોગ કેઈ ન કરે ? એમ કહેવાની પાછળ સૂત્રકારને આશય શરીરવિલાસની દૃષ્ટિએ છે, સ્વચ્છતાની દષ્ટિએ નહિ; કારણ કે સાધક મર્યાદિત વસ્તુઓ વાપરે જેમજેમ તે ટાપટીપમાં પડી જાય છે, તેમ તેમ તેનું તે પર મમત્વ બંધાય છે.
આત્માથી પર રહેલા બધા પદાર્થો પરથી મમત્વબુદ્ધિ ઉઠાવી લેવી એ જે સાધકનું ધ્યેય હોય તેને આટલુંય મમત્વ બંધનકારક છે. વસ્ત્રો કે બીજ સાધને માત્ર શરીરજરૂરિયાતની દષ્ટિએ ઉપયોગી છે. અને શરીર પોતે પણ એક સાધનરૂપે જરૂરનું છે એટલું જ જાણે છે તે સાધક વસ્ત્રોને રંગવાની કે તેવી ટાપટીપમાં ન પડે એ સ્વાભાવિક છે. પણ સાથે સાથે બીજો અનર્થ થઈ જાય એટલે મેલ પણ વસ્ત્રોમાં ન ભરાવો જોઈએ. એ વિવેક પણ એવા સાધકમાં સહજ રીતે હોવો જોઈએ એ ભૂલવું જોઇતું નથી. શાસ્ત્રકાર બીજા સૂત્રમાં આ ભેદને ભરમ પણ આ રીતે ખેલી જ નાખે છે.
[૨] જ્યારે મુનિ એમ જાણે કે હેમંત (ઠંડી) તુ ગઈ અને ગ્રીષ્મ (ઉષ્ણ) ઋતુ આવી ત્યારે જે વસ્ત્રો હેમંત ઋતુને અનુલક્ષીને સ્વીકાર્યો હોય તેમને એ ત્યાગ કરે અને છતાંયે ઉપયોગી હેય તો બધાને ત્યાગ ન કરે પણ અલ્પ રાખે; એટલે કે ત્રણમાંથી એક ત્યાગી બે પહેરવાં, અથવા તે બે ત્યાગી એક પહેરવું, કિવા ઠંડી દૂર થઈ જતાં જરૂરિયાત ન હોય તે એ બધાં ત્યાગવાં–એ એમને મને સ્વાભાવિક હોવું ઘટે. વસ્ત્રત્યાગ કરવાનું એટલા માટે