________________
ચતુર્થાં ઉદ્દેશક
સહપબળની સિદ્ધિ
ત્રીજા ઉદ્દેશકમાં દિવ્ય દૃષ્ટિ માટે વૃત્તિસંયમના વિવિધ અને સરળ માર્ગો દર્શાવવામાં આવ્યા છે. આ ઉદ્દેશકમાં એ માર્ગો જીવનમાં રચનાત્મક મનાવવા માટે જે પ્રાથમિક મળની અપેક્ષા છે એ સંકલ્પબળની સમીક્ષા કરતા ગુરુદેવ મેલ્યાઃ—
[૧] જે અભિગ્રહધારી (વજ્રપાત્રની અમુક મર્યાદા ખાંધનાર) ભિક્ષુ સાધકે સાધના સારુ સાધનરૂપે એક પાત્ર અને ત્રણ વસ્ત્રોની છૂટ રાખી હેાય છે, એને એવા વિચાર ન જ આવે કે મારે ચેાથુ વસ્ત્ર જોઈ શે. કદાચ પાતાની પાસે મર્યાદિત કરેલાં ત્રણ વસ્ત્ર પણ પૂરાં ન હોય તે તેને સૂજતાં (સાધતે ચેાગ્ય) વસ્ત્ર યાચવાં કલ્પ્ય છે. કિંતુ તે જેવાં મળે તેવાં પહેરે. વસ્ત્રપન કે વસ્ત્રોને વિવિધ વર્ષોંથી રંગિત કરે નહિ, વસ્ત્રો ધાયેલાં કે ધેાઈ તે રંગેલાં મળે તે લે નહિ, તેમ જ ખીજા ગામમાં વસ્ત્ર સતાડે નહિ, અર્થાત્ સાવ સાદાં (ચારને ભય ન લાગે તેવાં) વસ્ત્રો ધારણ કરે. એ વસ્ત્રધારી મુનિને સદાચાર છે.
નોંધઃ—જોકે વસ્ત્ર, પાત્ર ઓછાં કે વધુ વાપરે એ વાત સૂત્રકાર મહાત્માને મન ગૌણ છે. તોયે જે સાધક સાધનામાર્ગને ખરાખર સમજ્યા છે