________________
દિવ્ય દ્રષ્ટિ
- ૩૧૫ સ્વભાવને માર્ગ શોધી લે છે. તેમ જ તે સાધક જ પરિગ્રહ પરની મમતા ઉતારીને સર્વથા નિયમિત બની, કઈ પણ પ્રકારનો આગ્રહ ન રાખતાં નિરપેક્ષ બની સહજજીવન જીવે છે, અને રાગ તથા ઠેષ એ બંનેને અથવા આંતરિક તેમજ બાહ્ય બંને પ્રકારનાં બંધનને છેદીને વિકાસની પરાકાષ્ઠાએ પહોંચવાનો પુરુષાર્થ કરે છે. | નેધર–આ સૂત્રમાં દયાને કે સ્વસ્વભાવ તરફ વળવાને કયે માર્ગ છે? તે બહુ સુંદર રીતે સ્પષ્ટ કર્યું છે. આ વાત સમજાય તે ધર્મને નામે કોઈ પણ જાતની વિકૃતિ ન થાય. નિરપેક્ષ ભાવના, નિષ્પક્ષપાતી વૃત્તિ, પ્રત્યેક પળે વિબુદ્ધિની જાગૃતિ અને નિરાસક્તિભર્યું સહજ જીવન એ સાધકમાત્રના જીવનસાધનાના આદર્શો અને જીવનક્રિયાત્મક વ્યવહાર હોવા ઘટે.
[૮-] પ્રિય જંબૂ ! જે આવા ધ્યેયજવી અને ઉચ્ચ કોટિના સાધક છે, તેમની પણ કસોટી હોય જ છે. સાધનામાર્ગમાં થતી અનુકુળ કે પ્રતિકૂળ સંયોગોની કસોટી જ સાધકના હદયસુવર્ણને વધુ શુદ્ધ અને મૂલ્યવાન બનવાની તક આપે છે. તેવા સાધકની સહજસમતા કેવા પ્રકારની હોય છે તે સંબંધમાં અહીં એક પ્રસંગ આપવાથી સ્પષ્ટ થશે. ધારો કે આવા સાધકનું શરીર (શીત, જવર કે અતિ શીતને લઈને ઠંડીની અધિક અસરથી) કદાચ ધ્રુજતું હોય તેવામાં કઈ ગૃહસ્થ (હાંસી કરવા ખાતર કે સાધુતાની કસોટી કરવા ખાતર) જાણીને અથવા અજાણતાં એમ કહે કે “અહા આયુષ્યન શ્રમણ ! તમને આ ધ્રુજારી કામપીડાથી તો નથી થતીને શું આપના જેવા ત્યાગીને પણ વિષય પીડે છે ? પૂર્ણ બ્રહ્મચારી અને પ્રચંડ ત્યાગી સાધના કાન પર આવાં કાતિલ વચને પડવા છતાં તે પ્રસંગે (જરાયે ન ચિડાતાં માત્ર) શાંત ચિત્તપૂર્વક તે મુનિ સાધક ત્યારે માત્ર આટલું જ કહેઃ “પ્રિય આયુષ્યન ગૃહસ્થ! મને કામ નથી પીડતો પરંતુ ટાઢ વાય છે. અને શરીર તેને ન ઝીલી સકતું હોવાથી કંપે છે.” | મુનિના આ કથનને ઉત્તર આપતાં જે ગૃહસ્થ એમ કહે કે “જે એ વાત સાચી જ હોય તો પછી શા માટે તમે તમારા દેહને ઠંડીથી