________________
દિવ્ય દૃષ્ટિ
- ૩૧૩ એ બને નિરાળો છે, એમ જાણી જગતથી તે ઊલટે બને કે અતડે રહે એમ કોઈ રખે માની લે ! કે રખે તેવું અસહજ આચરવા માંડે.' તે વાતની અહીં ચેતવણું છે. જે જગતમાં જીવે છે, તે જગતને સંબંધી તો રહેવાને જ. માત્ર ફેર છે ભાવનાને, અને તે જ તારતમ્ય અહીં બતાવ્યું છે. ઇતર જગત દેહના રક્ષણને જીવનનું ધ્યેય માને છે, જ્યારે સાધજ્જગત દેહને જીવનવિકાસનું સાધન માને છે. ભાવનાના ભેદે જ એક શ્રમ કે સંચમથી ડરે છે; તપ કે ત્યાગથી આનંદ અને રસ લૂંટાઈ જતો હોય તેમ માને છે. બીજો તેમાં જીવનને આનંદ માણે છે. આથી બન્નેની ક્રિયા એક હોય, તોયે તે ક્રિયાજન્ય ફળમાં અસંતોષ અને સંતોષ જેવો મહાન ભેદ અનુભવાચ છે. દિવ્યદષ્ટિ સાધક અને સામાન્ય દષ્ટિવાળા જન વચ્ચેના અંતરના રહસ્યને અહીં ઉકેલ છે.
પિતાને અસંતોષ થાય તેવી ક્રિયા કઈ જાણી જોઈને ન કરે, સંકટને ન ઈચ્છે, તેય પૂર્વકર્મને લીધે કહો કે નિસર્ગને મન તેને વિકાસ ઇચ્છિત છે તે માટે કહો, પણ પ્રત્યેકના જીવનમાં તડકાછાયા તો આવે જ છે. દેહની અવસ્થાઓના પલટા, રેગે, પ્રતિકૂળતાઓ અને એવું ઘણું ઘણું પરિવર્તન સંચિત, પ્રારબ્ધ અને ક્રિયામણુએ કર્મની ત્રણ બાજુએદ્વારા જીવનમાં ઊતરે જ છે. સાધક તેને સ્વાભાવિક માની, સમભાવ જાળવી, તેમાંથી ઊલટું કંઈક ને કંઈક નવું પામે છે. ત્યારે જગતને બીજો પ્રવાહ તેમાંથી ગ્લાનિ અનુભવી પિતામાં પૂર્વકાળથી સ્થાપિત ગયેલ ભય અને ક્રોધાદિ કષાયોના સંસ્કારમાં ઊલટી વૃદ્ધિ કરે છે.
[૬] તે પ્રસંગે પણ પૂર્વોક્ત ઓજસ્વી સાધક દયાનું રક્ષણ કરે છે, દયાને તજાતો નથી. . નોંધઃ–જગતની આવી સરાસર ઊલટી પ્રવૃત્તિ નજરે જેવા છતાં તે ઓજસ્વી સાધક જગત પ્રત્યેની પિતાની દયા તજતો નથી, એવું આ સૂત્રમાં કથન છે. તે બે વાતો સ્પષ્ટ કરે છે. એક તો દયા એ પ્રાણ જાતને સ્વભાવ છે. વિકાસનું પણ તે જ એક અનુત્તર સાધન છે. એટલે “દયા નહિ તે ધર્મ જ શાને ? ” એ એક વાત. અને બીજી વાત એ કે બીજાઓ એનો ગમે તે ઉપયોગ કરે તોયે સાધકે પિતાનું કર્તવ્ય કરતા રહેવું ઘટે. કારણ કે બીજે પોતાને સ્વભાવ પકડે છે કે કેમ તે જોયા કરવું એ સાધકનું ર્તવ્ય નથી. સાધકનું કર્તવ્ય તે પોતાના સ્વભાવની અભિમુખ રહેવું એ છે.