________________
૩૧૪
આચારાંગસૂત્ર
આ પરથી એ ફલિત થયું કે જ્યાં લાગણનું તત્ત્વ છે. ત્યાં દયા હોય, અને લાગણી તે પ્રત્યેક જીવમાં છે જ. એટલે દયા એ તે પ્રત્યેક જીવના સ્વભાવ સાથે સંકળાયેલી વસ્તુ છે. સાધક એ સ્વભાવ તરફ વધુ ઢળે અને પ્રત્યેક ક્રિયામાં વિવેકબુદ્ધિક તેને ઉપયોગ કરે. એ જ એની વિશેષતા. જોકે જેમજેમ સાધક વિકસે તેમ તેમ તેની દયાના સ્વરૂપમાં અને ક્રિયામાં પણ પલટો થાય એ બનવાગ્યું છે. અને એ વાતની “દાન, ગતિ, રક્ષણ, હિસા, દાનેષુ” એવા દયા ધાતુના વિવિધ અર્થો પ્રતીતિ પૂરે છે. તે જ રીતે સ્વદયા, પરદયા અને એવા દયાના ભેદનું પણું એ જ રહસ્ય છે.
દયાની પ્રાથમિક ભૂમિકા અર્પણભાવ ઉત્પન્ન કરે છે. સાધકની પાસે જે સાધન હોય તે દ્વારા તે બીજાના પ્રતિ અનુકંપાભાવે પ્રેરાય છે. અને કંઈ પણ અપી છૂટું એવી ભાવના તેને એવી ક્રિયા કરાવી નાખે છે, કે જે ક્રિયાને આપણે દયા તરીકે ઓળખીએ છીએ. જેણે માનવતા પ્રાપ્ત કરી હોય તે આમ કર્યા વિના રહી જ ન શકે ?
પછી જેમજેમ તે આગળ વધે છે તેમતેમ “હું બીજ માટે બીજની દયા કરું છું તે ભાવ ન રહેતાં “હું જે કંઈ અનુકંપું છું તે મારે સ્વભાવ છે” એમ જાણું દયામાં પોતાનો વિકાસ છે એમ માનીને દયાની ક્રિયા થાય છે. આ વખતે સંચમ સહજ રીતે આવી જ જાય છે. પછી તેથી એ આગળ વધી ત્યાગની ભૂમિકામાં આવે છે. એટલે એની દયાની (સકળ ચિતની ) ક્રિયા આત્મરક્ષાર્થે થાય છે. આ સાધક અજ્ઞાન એ જ જગતના દુઃખનું મૂળ જાણું જ્ઞાનની લહાણ કરવા માંડે છે. પછી એની ભૂમિકા એથીયે જયારે આગળ વધે છે, ત્યારે તેની દયાની ક્રિયા પિતાના રાગદ્વેષાદિ રિપુઓને હણવા માટે થાય છે. એને તપની ભૂમિકા કહેવામાં આવે છે. અને તેને પરિણામે છેવટે આત્મસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ થાય છે. આમ એની દયાની ક્રિયા એ રૂપે પલટે છે. આ જ ભાવને સૂત્રકાર મહાત્મા સ્પષ્ટ કરતાં કહે છે.
[9] પણ પ્રિય જંબૂ ! આ વાત ભૂલવી જોઈતી નથી કે જે સાધક સંયમના યથાર્થ સ્વરૂપને કુશળ જાણકાર છે, તે જ અવસર, પિતાની શક્તિ, વિભાગ, અભ્યાસ, સમય, વિનય તથા શાસ્ત્રદષ્ટિ એ બધાંને સમન્વય સાધી વિવેકબુદ્ધિપૂર્વક લેકપ્રપંચમાંથી પિતાના