________________
૩૧૨
આચારાંગસૂત્ર - જે અહિંસામાં સંયમ નથી હોતો તે અહિંસા વાસ્તવિક હોતી નથી, અને વાસ્તવિક અહિંસાની કોઈ પણ ક્રિયા બીજને દંડ દેતી નથી, આ વાત વિચારણીય છે. તેમજ કદાચ વૃત્તિને અંગે ઇતરને દંડરૂપ બનવા જતી હોય તે આ ક્રિયા અટકાવવાનું તપશ્ચર્યા એ પ્રબળ નિમિત્ત બની રહે છે. આમ, આહસા, સંચમ અને તપની ત્રિપુટીથી યુક્ત ધર્મ દ્વારા કઇ પણ અધર્મ થતું નથી.
આ સૂત્રમાં સૂત્રકાર એક બીજી વાત કહે છે, તે એ છે કે આવા સાધકે જન્મ અને મૃત્યુનું વાસ્તવિક રહસ્ય ઉકેલી મૂકે છે. કથિતાશય એ છે કે “મૃત્યુ એ મૃયું નથી પણ નવા દેહની પ્રાપ્તિનું પૂર્વરૂપ એટલે કે નવા જન્મનું શુભ કારણ છે” એમ આવા જ્ઞાની સાધકે સમજે છે. એટલે એમની પ્રત્યેક ક્રિયા નિર્ભય અને પ્રકાશમય હોય છે. પછી આવો સાધક બાહ્ય નિમિત્તે સાથે લડતું નથી. પણ ઊલટે એમના પ્રત્યે વધુ ઉદાર અને દયાળુ બને છે. એ માત્ર આત્માનું આવરણ છે. જે અંદર છે, તે જ વૃત્તિ સાથે લડે છે. જગતની અને એની સમજણ વચ્ચે આ એક મહાન અંતર છે. અને એથી જ જગતની દૃષ્ટિએ તે અદ્વિતીય અને તેજસ્વી લાગે છે.
જે વસ્તુ અદ્વિતીય અને તેજસ્વી હોય છે એની ક્રિયા કે દયેયને જગત ન પહોંચે કે ન પરખી શકે, એવું ઘણુવાર બને ખરું; તોયે તે તરફ જગતને બહેળા વર્ગને પૂજ્યભાવ અને અનુકરણશીલ બુદ્ધિ તે જરૂર પ્રગટે જ છે.
- [૫) પ્રિય મેપ્સ જંબૂ! એવા સાધકને “દેહ જેમ સંકટ કે શ્રમથી ગ્લાન થાય છે, તેમ વળી આહારથી પુષ્ટ થઈ શકે છે” આમ લાગતું હે દેહનાં મૂલ્ય તે એવાં અને એટલી મર્યાદા સુધી આંકે છે, તેમ જ એવું સમજીને તેને ઉપયોગ પણ તેવી જ રીતે કરે છે. તેથી દેહ ગ્લાન થાય તો તેને ખેદ થતો નથી. તેમ પ્રેરણાપૂર્વક દેહ પુષ્ટ થાય તેવા ઉપાયો યોજવા તેની વૃત્તિને ઇચ્છિત નથી. હવે જરા જગત સામે જુઓઃ જગતના ઘણાયે છે બિચારા દેહ ગ્લાન થાય છે કે સર્વ ઇદ્ધિ સાથે પ્લાન થયેલા નજરે પડે છે.
નેધર–આ પાંચમા સૂત્રમાં સૂત્રકાર જગત અને તેવા સાધકની વચ્ચેનું અંતર કઈ જાતનું છે, તે વધુ સ્પષ્ટ કરે છે. તે બેની વચ્ચેનું અંતર, એટલે