________________
૩૧૦
આચારાંગસૂત્ર
વિકાસમાર્ગને કેયડે અતિ સુંદર રીતે ઉકેલી દે છે. એટલું જ નહિ બલકે આખી આર્યસંસ્કૃતિનું મૂળ શામાં છે તે બતાવે છે. અને એ આર્ય સંસ્કૃતિ પણ અમુક દેશની જ છે એમ નહિ, પણ આખું જગત એનું ભાજન છે. એટલો વ્યાપક ભાવ ભાખી દે છે. તેઓ કહે છે કે જગતના જે જે આર્ય પુરુષે થયા છે, કે થશે તે બધા પુરુષોને સમાજમાં જ ધર્મ છે એ અનુભવ થયો છે કે થશે.
સમતામાં જ શાન્તિને અનુભવ મળવાથી જગતની બધી પ્રજા સમભાવમાં ઝીલે અને જે શાતિ ઈચ્છી રહી છે તે પ્રાપ્ત કરે, તે માટે એમણે સૌએ એક યા બીજી રીતે એ જ માર્ગ બતાવ્યો છે. આખા વિશ્વમાં સામ્યવાદની સહજ વ્યાપક્તા થાય એવા અતિ ઉદાર અને ઉચ્ચ આશયે ભિન્નભિન્ન ક્ષેત્ર અને ભિન્નભિન્ન લોકમાનસને અનુલક્ષી ત્યાં ત્યાંના આર્યપુએ એ પ્રકારે ધર્મતત્ત્વ નિરૂપ્યું છે એ આ સૂત્રનો સારાંશ છે.
[૪] (ભગવન્! સમતાયોગની સાધના શી રીતે થાય? તેના ઉત્તરમાં ગુરુદેવ બોલ્યા–પ્રિય જંબૂ! ભગવાન મહાવીરે જે કહ્યું છે, તે હું તને કહું છું. સમતાયોગની સાધનામાં (૧) કામભાગની આકાંક્ષાને ત્યાગ, (૨) હિંસક વૃત્તિને ત્યાગ, અને (૩) પરિગ્રહવૃત્તિને ત્યાગ એ ત્રણ વસ્તુઓ મુખ્ય સાધનરૂપે હોવી ઘટે. ) આથી જ આદર્શ ત્યાગને પંથે ચડેલા મુમુક્ષુ સાધકે ભેગોની તીવ્ર આસક્તિને મન પર સ્થાન આપતા નથી, કેઈ પણ જીવને દૂભવવા ઈચ્છતા નથી, અને કોઈ પણ પદાર્થ પરત્વે મમત્વબુદ્ધિ ન જાગે તેવી કાળજી ધરાવે છે.
પ્રિય નિર્ચન્ય જંબૂ! અને એ રીતે વૃત્તિમાં નિષ્પરિગ્રહપણું આવવાથી આખા લેક પ્રત્યે તે નિષ્પરિગ્રહી રહી શકે છે. એમના નિષ્પરિગ્રહીપણાનું પ્રમાણ એ છે કે પછી તે પ્રાણીસમૂહ સાથે વ્યવહાર રાખવા છતાં પાપકર્મ કરતો નથી. અથવા બીજાને દંડવાની વૃત્તિને ત્યાગ કરવાથી તે દ્વારા કેઈ પણ પાપકર્મ થતું નથી. જે સાધકની આવી સહજ દશા જોવામાં આવે છે. તે સાધકને જ્ઞાની જ મહાન નિગ્રંથ તરીકે વર્ણવે છે.