________________
દિવ્ય દૃષ્ટિ
૩૦૯
સુલભ નથી એટલે વિકાસ નથી એમ પણ નથી. સૂત્રને સાર એટલો છે કે ત્યાગ તરફનું વલણ એ જ પુરુષાર્થને પ્રધાને હેતુ હોવો ઘટે. બાહ્યદષ્ટિએ ત્યાગ ન દેખાય તોયે પુરુષાથી તે આદર્શને ઊંડે અને અતિ ઉચ્ચ હોય. એ પદાર્થો કે સાધનને ઉપગ ભોગવૃદ્ધિને ઉશ્કેરવામાં સહાયક નીવડે એવો અને એવી રીતે ન જ કરી શકે. પણ ઊલટું ભેગવૃત્તિને શમાવે તેવો અને તેવી રીતે જ કરી શકે. એ સાધક ઉશ્કેરાટથી જન્મતા રસાનુભવને આત્માને સહજ રસાનુંભવ ન માને, પણ વૃત્તિને શમનથી થતા અંત:કરણના આહલાદને સહજ રસાનુભવ માને, અને એને જ અથી બની એમાં જ રાચે. દિવ્ય દૃષ્ટિને મૂળ પાયો યૌવનના સુસંસ્કાર પર છે.
[૨] બુદ્ધિમાન સાધક જ્ઞાની જનનાં વચન સાંભળીને તેને અવધારે..
નોંધ –આ સૂત્રમાં સૂત્રકાર કહે છે કે અહીં જે કહેવાઈ રહ્યું છે તે કેવળ શ્રવણ કરવા અર્થે નથી, પણ આચરવા અર્થે છે. પણ તેમાંનું બધું બધાએ જ આચરવું જ જોઈએ એમ પણ નથી. અને બધું આચરવા માંડે તો પચે પણ નહિ. એથી જ અવધારે એ પદ મૂકી પતે કઈ ભૂમિકામાં છે? અને પિતાની શક્તિ કેટલી છે ? તે વિચારી તે મુજબ આચરણમાં મૂકે એમ સૂચવ્યું છે.
જ્ઞાની જન કહે છે માટે આમ કરું છું એમ અંધઅનુકરણથી પણ ન કરે. કારણકે જ્ઞાની જન તો પ્રત્યેકને સંબોધીને કથે છે. એમનું કથન તે આખા જગતમહાસાગર જેટલું હોય છે. એક વ્યક્તિ આખા સાગરને પી શકે નહિ, એટલે પોતે પિતાનું ભાજન નક્કી કરી એટલું જ અને એ રીતે તે દષ્ટિબિંદુ ધ્યાનમાં રાખીને લે.
કહ્યું છે કે શાસ્ત્રષ્ટિ, મહાપુરુષોનું કથન અને પિતાની વિવેકબુદ્ધિને ઉપયોગ એ ત્રણ કસોટીએ ચડાવેલું આચરણ વિકાસને સાધક નીવડે છે. આથી એ ફલિત થયું કે આચરણમાં મૂકવું એ શ્રવણ કે જ્ઞાનનું ફળ ખરું; પણું આચરણ તે કરવું ઘટે કે જે પોતાની ભૂમિકાએ પિતાના વિકાસને માટે સાધક અને સુયોગ્ય હેય.
[] આર્ય પુરુષોએ “સમતામાં જ ધર્મ” અનુભવ્યું છે અને દર્શાવ્યા છે.
નેધ–અહીં તે રસૂત્રકાર ગૃહસ્થ સાધક અને ત્યાગી સાધક બનેના