________________
તૃતીય ઉદ્દેશક
દિવ્ય દષ્ટિ
ભિન્નભિન્ન માન્યતાઓ, વાદે, દશને અને ધર્મોની આ વિશ્વ પર અસંખ્ય શ્રેણિની ભૂલભૂલામણુ છવાયેલી છે. એમાં ક માગ સાચે ? એ શેાધવું શાણા સાધકને પણ એક અતિ અતિ કપરું કાર્ય બની રહે છે. તે સમયે ભગવાન મહાવીર સાધકજીવનના એ એક મહત્તા અને ગંભીરતાભર્યા એ તત્વને અતિ સંક્ષિપ્ત શબ્દોમાં સમજાવે છે અને દિવ્યદૃષ્ટિ સમપી એ ભાવનામાં અમી પીરસી કેવી રીતે જિજ્ઞાસુ સાધકનું સમાધાન કરી દે છે, તે સ્પષ્ટ કરવા માટે મેક્ષાથી જંબને ઉદ્દેશીને
ગુરુદેવ બોલ્યા:[૧] અહે જંબૂ ! કેટલાએક સાધકે મધ્યમવયે જાગૃત થઈને પુરુષાથી બન્યા છે અને તેમણે ત્યાગમાર્ગને પચાવ્યો છે.
નોંધઃ-મધ્યમવય એટલે યૌવન અવસ્થા. સૂત્રકાર મહાત્માએ અહીં ચૌવન અવસ્થાને નિર્દેશ કર્યો છે. તેની પાછળ ઘણાએ હેતુઓ છે.
યૌવનવયએટલે જીવનને મધ્યાહનઃ જીવનનૌકાનું હોકાયંત્ર અને ઉન્નત કે અવનત જીવન ઘડવાની મૂળચાવી. બાળવયમાં દેહ અને ઇંદ્રિયોની સ્પષ્ટતા હોવી શક્ય નથી. અને વૃદ્ધાવસ્થામાંયે દેહ અને ઇઢિ જીર્ણ થઈ ગયેલાં