________________
પ્રલોભનય
- ૩૦૫
નોંધ –વિભિન્ન વૃત્તિવાળા મુનિસાધક સાથે પરિચચ ન રાખવાની વાત પ્રથમ ઉદેશમાં ચર્ચાઈ ગઈ છે. અહીં ફરી ઉલ્લેખ શા માટે ? એ સંશય પ્રથમ તકે થવાનો સંભવ છે ખરે, પરંતુ “પ્રલોભનય” માં આ વસ્તુ દાખલ કરવાનાં બે પ્રયોજન છે? એક તે આ પણ એક પ્રલોભન છે તે બતાવવાનું પ્રયોજન, અને બીજું પ્રથમ ઉદ્દેશકમાં તે સમજ્ઞ માટે પણ ના કહી હતી અને અહીં સમજ્ઞ માટે સામગ્રી અર્પવી એમ કહ્યું છે એ વિભિન્નતા છે.
સમજ્ઞ સાધક અસમનેણ સાંધકને આદરપૂર્વક અર્પે તે પ્રલોભન એટલા માટે કે તેમ કરવાથી અસમક્ષ સાધક તેની પ્રતિષ્ઠાનો પ્રચાર કરે. સમનેણ સાધક આત્માભિમુખ પ્રવૃત્તિવાળા હોય છે. અસમજ્ઞ સાધક પ્રાય: વિશ્વાભિમુખ પ્રવૃત્તિવાળો હોય છે. લોકેષણાની પ્રાપ્તિમાં તે પોતે હમેશાં લીન રહે છે. અને જે લૌકેષણામાં મસ્ત હોય એને તો આંધળા જગત પાસેથી બધી સામગ્રી પૂરી મળી જ રહે એટલે એને આપવામાં આવચક્તાની પૂર્તિ થાય છે એમ માનવાનું કારણ દેખાતું નથી. છતાં એને આપવા માટે આદરપૂર્વપરાણે-સમક્ષ સાધક ત્યારે જ પ્રેરાય કે જ્યારે તેની સાથે સંબંધ બાંધવાની ઇચ્છા થાય, અને એ સંબંધની પાછળ લોકેષણની ભાવના જ મુખ્યત્વે હાય એ તદ્દન સંભવિત છે. આથી અહીં એ પ્રલોભને ઉચ્ચ કોટિના સાધકને પણ ક્ષમ્ય નથી એવું સૂત્રકારનું ગૂઢ સૂચન છે.
[] પરંતુ અહ સાધકે ! જ્ઞાની ભગવાન મહાવીર પ્રભુએ આવો ધર્મ શા માટે અને કેને માટે બતાવ્યો છે તેનું રહસ્ય બરાબર સમજજે (નહિ તો ઊંધું મારશો.) શ્રમણ ભગવાન મહાવીરદેવ એ વસ્તુ તો પુનઃ પુનઃ સમજાવે છે કે સદાચારી મુનિ સદાચારી સાધુને આહાર, વસ્ત્રાદિ એની જરૂરિયાતની દષ્ટિએ અને આદરપૂર્વક આપે, તે આપવા માટે નિમંત્રણ કરે અને તેમની પ્રસંગોપાત્ત સેવા– શુશ્રષા પણ અવશ્ય કરે એમ કહું છું. | નેધ –આ સૂત્રમાં સૂત્રકાર એ સ્પષ્ટ કરી દે છે કે આ આખા ઉદ્દેશકમાં અને જ્યાં જ્યાં જે જે વાત કહેવાય તે બધું કોના માટે, અને શા સારુ કહેવાય છે, એનો પ્રથમ તે વિવેક સમજી લેજે; પછી જ એને ઉપયોગ કરજે.
૨૦