________________
પ્રલોભનય
૩૦૩
પિતાની હૃદયેષ્ઠાથી કેાઈ ગૃહસ્થ તે મુનિ સાધકના નિમિત્તે આરંભ કરીને આહારદિક આપે, અથવા રહેવા સારું મકાન બનાવે–આ વાતને તે સાધકને પિતાના બુદ્ધિબળથી, બીજાના કહ્યાથી કે સાંભળવાથી ખ્યાલ આવે કે “આ ગૃહસ્થ મારા માટે આહારાદિ બનાવી મને આપવા ઇચ્છે છે, અપવા ચણેલું મકાન આપવા માગે છે” તો તે પ્રસંગે મુનિ સાધકે પૂરતી તપાસ કરી એ બીનાને યથાર્થ રીતે જાણી લેવી ઘટે, અને જાણે લીધા બાદ તે ગૃહસ્થને સ્પષ્ટ કહી દેવું ઘટે કે “હું મુનિ સાધક છું, માટે મારા નિમિત્તે તૈયાર થયેલ મકાન કે આહાર હું વાપરી શકીશ નહિ.” " નોંધ-પ્રથમ અને બીજા સૂત્રમાં ઘેરથી તૈયાર કરીને કે લઇને મુનિના સ્થાનમાં ભિક્ષાદિ આપવાની વાત હતી અને તેમ કરવામાં શિથિલતને દેષ બતાવ્યો હતો. આ સૂત્રમાં મુનિ સાધક પિતે ચાચવા જાય તે વખતે પણ કેટલો સાવધ રહે, એની સમજણું છે. આથી મુનિનું બાહ્ય જીવન પણ બીજાને બોજરૂપ ન હોય તેવી તકેદારીની જરૂરિયાત સિદ્ધ થાય છે. અને ચોથા સૂત્રમાં તો આ વાત પર સૂત્રકાર આથીયે વધુ ભાર મૂકે છે. ગૃહસ્થ સાધકને પણ આમાંથી ઘણું શીખવાનું મળે તેમ છે.
[૪] કોઈ ગૃહસ્થ મુનિ સાધકને પૂછીને (મુનિએ ના કહેવા છતાં) છળપ્રપંચ કરી અથવા વગર પૂછયે બેટે ખર્ચ કરી તથા ઘણી તકલીફ લઈને, આહારદિક બનાવી મુનિ પાસે ધરે તે તે આહારને મુનિ સાધક ન જ લઈ શકે. અને ત્યારે પોતાની ભાવના પૂર્ણ -ન થતાં તે ગૃહસ્થ કાપે, મારે અથવા બેલે કે “આને મારે, કૂટ, કાપે, બાળ, પચાવો, લૂંટે, એ ઝૂંટવી લો, એને પૂરું કરી નાખો, અને બધી રીતે સતાવે.” આવા અચાનક સંકટમાં સપડાતી વખતે પણ વૈર્ય અને સમતા રાખી મુનિ સાધક આ બધું પ્રસન્નતાપૂર્વક સહને કરે. જે સામેની વ્યક્તિ સુયોગ્ય હોય તો એને આવા પ્રસંગે વિવેકપૂર્વક શ્રમણવરેના આચાર (નિયમો)થી પરિચિત કરવા પ્રયત્ન કરે, અને જે તે સમયે ઉપદેશની અસર ઊલટી થવાને ભય લાગતો હોય