________________
પ્રભનય
૩૦૧
સ્થળે મળે છે તોયે વૃત્તિકાર અને ટીકાકાર બને આ વાતમાં અસંમત થાય છે. કારણકે તેઓ એને કહેવા માગે છે કે શમશાનની આસપાસના અશુદ્ધ વાતાવરણની અસર મન પર પૂર્ણ રીતે થવાનો સંભવ હોઈ વિધિનિષેધામાં માનનાર, નિયમબદ્ધ સ્થવિરકલ્પી ભિક્ષુ માટે તે કચ્ચ નથી. પરંતુ આમ કહેવાને એ બને મહાત્માઓનો મૂળ આશય મશાનમાં રાત્રિવાસની અનુચિતતાપૂરતું હોય એમ ઉપરની બીનાથી જણાય છે. પણ વાસ્તવિક રીતે તે આ રાત્રિની વાત જ નથી. જે કે “એ પદ રાત્રિસૂચક માનવાનું કારણ છે, ખરું.” પણ ભિક્ષુ પાસે ભિક્ષાના આમંત્રણ અર્થે ગૃહસ્થનું આવવું રાત્રિ માટે સંગત નથી. એટલે આ દિવસ પૂરતી વાત હોય એમ માનવું મને સર્વથા સુસંગત લાગે છે.
સૂત્રકાર મહાપુરુષે અહીં નિર્જનતાસૂચક સ્થાને નિર્દેશ્યાં છે. તેની પાછળ એ આશય છે કે જે સ્થળે કઈયે ન હોય, ભિક્ષને ભેજનની આવશ્યકતા હોય અને તેવા વખતે કેઈ આદર્શ ભક્ત બની ભક્તિપૂર્વક ભજન લાવે કે સુંદર સ્થાનનું આમંત્રણું કરે તો એ પણ એક જમ્બસ પ્રલોભન ગણાય. તે ભિક્ષુ પિતાની પ્રતિજ્ઞાનું, ત્યાગના નિયમનું યથાર્થ પાલન કરે અને ત્યાં જ એ ત્યાગીના દઢ સંકલ્પની કસોટી છે.
ત્યાગી સાધકનું જીવન કોઈનેય પીડાકારી ન હોય, ન જ હેવું ઘટે. એનું વ્યવહારુ રૂપ સૂત્રકાર મહાત્માએ આ સૂત્રમાં વ્યક્ત કર્યું છે. અગત્યનું સાધન પણ દૂષિત હોય તો એને ભિક્ષુ ન વાપરે. “બીજે મનુષ્ય ગમે ત્યાંથી અને ગમે તેવી રીતે કઈ પણ વસ્તુ લાવે એમાં મારે શું ?” આવું જવાબદારીથી વેગળું અને મૂખતાભર્યું કથન ત્યાગીને ન શોભે. ત્યાગી તે જગતને આદર્શ પુરુષ છે. એની એક પણ ક્રિયા વિશ્વના સંબંધથી ભિન્ન છે, એવું એ ન માને. એટલે જ એ વધુ જાગૃત રહે અને એની પ્રત્યેક ક્રિયા તથા પ્રત્યેક શ્વાસેચ્છવાસમાંથી જગતને આદર્શ મળે એવું સ્વાભાવિક જીવન જીવે.
જોકે અહીં તે આહારાદિ સામગ્રીના આમંત્રણની જ વાત છે. એથી, પ્રત્યક્ષ તેટલી હાનિ દેખાતી ન હોય તો પણ આટલી છૂટથી પ્રલોભનની વૃત્તિને જે વેગ મળે છે એ વેગનું પરિણામ અવશ્ય ભયંકર નીવડે છે. એટલે એવા ભવિષ્યથી બચવા માટે જ આ સૂત્રમાં આ વિષય પર અતિમહત્વ અપાયું