________________
૩૦૦
આચારાંગસૂત્ર કરવાની કડક આજ્ઞા કરી છે. તેનું અક્ષરશઃ પાલન કરવામાં સાધનાની સિદ્ધિ થતી રહે છે.
આસપાસના ગંભીર પ્રવાહથી બચવા માટે રચાયેલા શ્રમણ સાધકના નિયમરૂપી કિલ્લામાં એક છિદ્ર પણ હાનિકારક નીવડે છે. આથી ખાવું, પીવું કે બીજી સામાન્ય કિયામાં ઉપસ્થિત થતાં પ્રલોભન પર વિજય મેળવવાનું અને સાવધાનતા રાખવાનું સૂચવતા
ગુરુદેવ બોલ્યા:[૧] ભિક્ષુ સાધક મશાનમાં અથવા સૂના ઘરમાં, પર્વતની ગુફામાં, કોઈ વૃક્ષના મૂળમાં, કુંભારની ખાલી જગ્યામાં કે બીજા કોઈ એકાંત સ્થાનમાં ફરતો હોય, ઊભો હોય, બેઠો હોય, કે સૂતો હોય, અને એવે પ્રસંગે એને જોઈ કઈ પૂર્વપરિચિત અથવા કોઈ અન્ય ગૃહસ્થ તેની પાસે આવીને ભક્તિપૂર્વક આમંત્રણ કરે કે હે આયુષ્યન તપસ્વીજી! હું આપને સારુ ખાન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપુંછન વગેરે સુંદર પદાર્થો આપને ઉદ્દેશીને, નાના જીવોના આરંભથી બનાવીને, વેચાતા લઈને, ઉધાર લાવીને, ફલાણા પાસેથી ખૂંચવી લાવીને કિવા એ પદાર્થો બીજાના હોવા છતાં તેની રજા વગર લાવીને, અને મારે પિતાને ઘેરથી લાવીને આપું છું, અથવા આપને માટે જ આ ખાસ મકાન ચણાવું છું, કે જીર્ણોદ્ધાર કરાવું છું. માટે આપ (કૃપા કરી) અહીં રહે અને ખાઓ, પીઓ.
નોંધ –પ્રતિભાધારી ભિક્ષને એવો નિયમ હોય છે કે એ પિતે કઈ એક સ્થાનમાં ગયો હોય અને ત્યાં સંધ્યા થઈ જાય તે પછી એ સ્થાન ગમે તેવું હોય તે એ સ્થાનમાં એણે રહી જ જવું જોઈએ. તે અપેક્ષાએ મશાનનું સ્થાન કલ્પી શકાય એવો વૃત્તિકાર અને ટીકાકારને મત છે. જોકે શમશાન અને શૂન્યાગારનું સ્થાન તો સ્થવિરકલ્પી અને જિનકલ્પી બને માટે વિધેય હોય એ ઘણે સ્થળે સ્પષ્ટ ઉલ્લેખ છે જ. દા. ત., ઉત્તરાધ્યયન સૂત્રના બીજા અધ્યયનમાં પણ એ પદનું સ્થાન છે. એવું એવું તે ઘણે