________________
૩૦૨
આચારાંગસૂત્ર
છે. કારણકે જે નિરાસક્તિની પૂર્ણ સાધના થયા પહેલાં સાધકમાં પ્રલોભનની વૃત્તિના અંશે રહી ગયા હોય તો એ એક યા બીજી રીતે તે સાધકને પ્રસંગ પ પકડવાનો પ્રયત્ન કર્યા વગર રહેતા નથી અને ઘણુંવાર ફાવી જાય છે. માટે જ ત્યાં સુધી ત્યાગ પર કડક લક્ષ્ય રાખવું રહ્યું.
" [૨] અહો આયુષ્યન સાધકે ! (આવા પ્રસંગ કદાચ તમને પણ પ્રાપ્ત થાય ત્યારે) એ પોતાના જાણીતા મિત્ર અથવા અન્ય મનસ્વી ગૃહસ્થને આ પ્રમાણે કહેવું કે હું આયુષ્યમન મહોદય ! હું આપનું આ વચન કબુલ કરી શકતું નથી અને પાળી પણ શક્તા નથી. માટે શા સારુ તમે મારા માટે આવી ઉપર્યુકત આરંભાદિ ક્રિયાઓ કરીને ખાન, પાન, વસ્ત્રાદિની ખટપટ કરે છે અને શા. માટે મકાન ચણાવે છે ? હે આયુષ્યમન ગૃહસ્થ! હું આવાં કાર્યોથી દૂર રહેવા માટે તે ત્યાગી થયે છું.
નોંધ –ત્યાગીની વાણીમાં કેટલી મુદતા હોવી ઘટે, તેનું ઉપરના સૂત્રમાં આબેહૂબ બયાન છે. સહજત્યાગ વિના આવે સમયે આવાં વચનો ન હોઈ શકે. કાં તો એ સાધક પ્રલોભનમાં સપડાઈ જાય અને કાં તો એ વ્યક્તિ પર કુપિત થાય; આ બેમાંથી એક સ્થિતિ એ પ્રસંગે બની જાય છે. પ્રલોભનનું કારણ તે સ્પષ્ટ છે. એટલે આવે સમયે પ્રલોભનમાં પકડાઈ જવું એ માનવવૃત્તિ માટે શક્ય વસ્તુ ગણાય. અને કેટલાકને પ્રલોભન પણ ન થાય, તોયે બીજું દર્દ હોય છે. તેમને પિતાના ત્યાગની ખુમારી હોય છે. મને આવું ક્ષુદ્ર આમંત્રણ કરે ? હજુ મારા ત્યાગને એણે ઓળખ્યો નથી. એ પ્રકારનું અભિમાન એનામાં કોપ અને ધૃણાની વૃત્તિ ઉત્પન્ન કરે છે. અહીં એ બને ન હોવાં ઘટે, એ ભાવ સૂત્રકાર દર્શાવે છે.
જેટલો પદાર્થરાગ ત્યાજ્ય છે એટલે જ પદાર્થ ઠેષ પણ ત્યાજ્ય છે. ત્યાગી તો બને પ્રસંગમાં સમજાવી રહે. સમતા એ એના જીવનનું હોકાયંત્ર છે. એ ન તો રાગ તરફ ઢળે, કે ન તો દેષ તરફ ઢળે.
[૩] મુનિ સાધક શ્મશાનાદિમાં ફરતે હોય કે કોઈ બીજા બહારનાં સ્થળોમાં વિચરતા હોય તેને જોઈને તે મુનિને જમાડવાની