________________
કુસંગપરિત્યાગ
૨૯૧ સત્ય કેવળ બુદ્ધિની યુક્તિઓ કે હૃદયના આવેશથી સિદ્ધ થઈ શકતું નથી; બુદ્ધિ અને હૃદય બનેની શુદ્ધિ અને સમન્વયુદ્વારા પામી શકાય છે. સત્યાથીને આગ્રહ શાને? અને હોય તોય પિતાપૂરતો જ હોય; એ સત્યને જીવનમાં ઉતારવાના પ્રયોગનો હોય, માન્યતાને નહિ; કદાગ્રહીને તે માન્યતાને જ આગ્રહ હોય છે, સત્યનો નથી હોતે, કારણકે સત્યનાં કિરણે ત્યાં પહોંચી શક્તાં નથી. સત્યાથી અને કદાગ્રહીને આ તારતમ્ય વિચારવાયોગ્ય છે.
આ સૂત્રમાં બીજી વાત એ પણ કહી છે કે પોતે સ્વીકારેલી માન્યતા કે આચરેલે ધર્મ ગમે તેટલો ઉન્નત હોય તે તેને કદાગ્રહ કે ગર્વ ન હેવો ઘટે, અને અન્યને આચરેલે પિતાની અપેક્ષાએ ઊતરતે હોય તોય એની નિન્દાય ન હોવી ઘટે. એમ કરવામાં એકાંત અનિષ્ટ છે. છતાં કઈ એમ કરતું હોય તે સત્યાથી એના ઉપર પણ ક્રોધ કે રોષ ન કરે; માત્ર એને પ્રેમપૂર્વક સમજાવાનો પ્રયત્ન કરે, અથવા એમ થવું અશક્ય હોય તો મૌન રાખે. એટલું જ સત્યાથીને માટે હિતાવહ છે.
[૫] ખાસ પ્રસંગ પડે તે મતાગ્રહી સાધકને મુનિ સાધકે સંક્ષિપ્તમાં આ રીતે સમજાવવું કે “જે જે ધર્મને બહાને પાપકર્મ થઈ રહ્યાં છે (તેમાં હું માનતો નથી ) તે બધાને હું છેડી દેવા માગું છું.” મારી અને આપની માન્યતા વચ્ચે આ જ ભિન્નતા છે.
નેધ–કદાગ્રહી સાથે દલીલમાં ઊતરતાં કેટલીકવાર સામાને પણ કદાગ્રહને ચેપ લાગી જવાને ભય છે. આથી પ્રાયઃ મૌન રાખવાનું અને ખાસ પ્રસંગ પડે તો ઘર્મની વાસ્તવિકતા પોતે જે રીતે સમજ્યો છે એ શાંત ભાવે અને અનુભવપૂર્ણ રીતે સમજાવવાનું સૂત્રકાર મહાત્માએ આગળના સૂત્રમાં સૂચવ્યું. - આ સૂત્રમાં સત્યને પણ કેવી રીતે અને કેવા આકારમાં મૂકવું તે સ્પષ્ટ કરી દે છે. આમાંથી સત્યપ્રિય સાધકને જાણવાનું ઘણું મળી રહેશે. સત્યાથીના મુખમાં કઈ પણ વ્યક્તિની વ્યક્તિગત ટીકા ન હોય, તેમજ કઈ પણ મત, પંથ, સંપ્રદાય કે ધર્મની ધૃણાયે નહાય, એવું આ સૂત્રમાંથી ફલિત થાય છે.