________________
કુસંગપરિત્યાગ વિવેકપૂર્વક સમજીને-મર્યાદા જાળવીને શાણો સાધક પિતે નાનામેટા કોઈ પણ જીવોને સ્વયં દંડ ન કરે બીજાદ્વારા ન કરાવે, અને જે કેઈ તેવું કરતા હોય તેમને અનમેદન પણ ન આપે
જે અહિંસા, સત્ય અને નિર્મમત્વને સાથી બનાવવાનું કહ્યું તે જીવનવ્યવહારમાં કેમ ઊતરે એને માર્ગ બતાવે છે. અને આ બે સૂત્રોમાં તો સૂત્રકાર મહાત્માએ અધર્મની અને પાપની આખી ગૂંચવણને ઉકેલ પણ આપી દીધો છે. આ વાત પ્રત્યેક સાધકને ખૂબખૂબ મનનીય છે. તેઓ પ્રથમ સૂત્રમાં એમ કહે છે કે આ જગતમાં કોઈ પણ દેહધારી એવે જીવાત્મ નથી, કે જે કમસમારંભથી એટલે કે ક્રિયાઓથી મુક્ત હોય. સાધકે પછી ભલે તેઓ નિવૃત્તિક્ષેત્ર કે પ્રવૃત્તિક્ષેત્ર, જ્ઞાનયોગ કે કમગ, કે એવા બીજા કોઈ ક્ષેત્રમાં યોજાયા હોય તે સૌને ક્રિયાઓ કરવી પડે એ બનવાયોગ્ય છે. કોઈ કઈ પ્રસંગે શારીરિક કે માનસિક એ બને ક્રિયાઓ પૈકી કેઈ એક મુખ્ય હોય અને બીજી ગૌણ હોય, પણ ક્રિયાઓ નથી એમ તે ન જ કહી શકાય. એટલે બીજા સૂત્રમાં કહે છે કે ક્રિયાઓ છે માટે પાપકર્મ છે એવું એકાંત નથી. જે મેઘાવી સાધક તે ક્રિયાઓમાં વિવેક રાખે છે તે પાપકર્મથી બચી શકે છે. અને તે કેવી રીતે બચી શકે છે, તેને પણ સ્પષ્ટ ખ્યાલ સૂત્રકાર મહાત્મા નીચેના સૂત્રમાં આપી દે છે.
અધર્મમાં આત્માનું પતન છે જ. પાપમાં આત્માનું પતન હોય અને ન પણ હોય. અધમ અને પાપની આ તરતમતા ખૂબ વિચારવાયોગ્ય છે.
આરંભ કરો એટલે હિંસકવૃતિને સ્થાન આપવું. જેટલે અંશે વૃત્તિમાં હિંસા કે અહિંસા હોય તેટલે અંશે ક્રિયાઓમાં અધર્મ કે ધર્મ, પુણ્ય કે પાપ હોઈ શકે. એવો એને સાર છે.
[૧૧] જે જીવાત્માઓ (મૂઢ સ્વાર્થ તથા અજ્ઞાનને વશ થઈ) પાપકર્મ કરતા હોય તો એમની એ ક્રિયા “અમારાથી જોઈ પણ શી રીતે શકાય ?” આવી ભાવના ઉત્તરકથિત ધર્મમય જીવનવાળા સાધકોમાં સહજ હોય છે.
નોંધ –પણ ઉપરનાં સૂત્રોમાંથી ક્રિયામાં ગમે તેમ વતી શકાય એવો કોઈ ઊલટે અર્થ લઈ લે તે પહેલાં સૂત્રકાર આ સૂત્રમાં તેવા સાધકની મોદશા સ્પષ્ટ કરી દે છે. જેની વૃત્તિમાં સાચી અહિંસા સ્થાપિત થઈ છે,