________________
કુસંગરિત્યાગ
૨૯૩
અને વિકાસના સંબંધ સ્થાન, ક્ષેત્ર કે તેવાં કાઈ બાહ્ય નિમિત્તો સાથે નથી, ઉપાદાન સાથે છે. આથી એટલું ફલિત થયું કે કોઈ પણ ખાદ્ય નિમિત્તો, સંયોગ કે ક્રિયા જેટજેટલે અંશે ઉપાદાનની શુદ્ધિમાં સહાય કરે તેટલું જ તેનું મહત્ત્વ અને ઉપયોગીપણું છે.
[૭] પ્રિય જમ્મૂ ! આથી જ શ્રીભગવાને ઉપાદાનની શુદ્ધિને મહત્ત્વ આપ્યું છે, અને તે શુદ્ધિ સારું મુખ્યત્વે સાધકના ત્રણ સાથીએ ત્રણ યામેા (ત્રતા) બતાવ્યા છે. આ પુરુષા આ તત્ત્વાનું રહસ્ય પામીને હમેશાં સાવધાન રહે છે.
નોંધઃ—પ્રથમના સૂત્રમાં ત્યાગીના ધર્મનું અને સંગતિદોષથી ખચતાં રહેવાનું માર્ગદર્શન કરાવ્યું, એટલે સાધકને ખાદ્ય નિમિત્તોના લેપથી નિલે`પ થવાનું સૂચવ્યું. પણ તેમાંય વિવેકબુદ્ધિ તા હેાવી જ જોઈએ એમ સમજાવીને આ સૂત્રમાં સૂત્રકારે ઉપાદાનની શુદ્ધિનાં મુખ્ય સાધના વર્ણવ્યાં છે.
ત્રણ ચામા ત્રણ વ્રતાના અમાં છે. વૃત્તિકારે તે વય અને વ્રત અને અર્થા લીધા છે. ટીકાકારને પણ લગભગ એ જ અભિમત છે. તેાયે અહીં એમને વ્રતના અર્થ વધુ પ્રસ્તુત લાગ્યા છે. જોકે એ શંકા થવી શક્ય છે કે વ્રતે તા પાંચ જ હાય, કારણ કે ભગવાન મહાવીરના સમયની આ વાત છે. એમની તીર્થ સ્થાપનામાં પાંચ વ્રતોને સ્થાન મળ્યું છે, પણ એ શંકાનું સમાધાન મળી રહે છે. અહીં દર્શાવેલાં ત્રણ ત્રતામાં અહિંસા, સત્ય અને નિમ મત્વને સમાવેશ છે.
પરમસત્ય એ ધ્યેચરૂપ છે, અને અહિંસા તથા નિમત્વ એ એ એનાં સાધના છે. નિ મત્વના સંબંધ પ્રાય: વૃત્તિ સાથે છે. જેટલે અંશે વૃત્તિમાં નિમત્વની ભાવના દૃઢ થાય તેટલે અંશે પક્રિયામાં અહિંસા ઊતરે અને સત્યના અંશે। વિકસે.
જે સાધક વૃત્તિમાં નિમત્વ લાવવાના પ્રયત્ન કરતા હાચ તે જનનેન્દ્રિયને અને બીજી ઇંદ્રિયાને પણ સચમી તા હાય જ. સૌથી પ્રથમ સ્ત્રીમાહતા ત્યાગ અને પછી પદાર્થાની સંગ્રહબુદ્ધિને ત્યાગ, એ બન્ને નિમમત્વમાં પ્રવેશવાની પ્રથમ ભૂમિકા છે. એટલે આ રીતે એ ત્રણ વ્રતામાં પાંચે વ્રતોનેા એક ચા બીજી રીતે સમાવેશ થઈ જ જાય છે.