________________
૨૯૨
આચારાંગસૂત્ર જે ધર્મમાં કદાગ્રહ કે ધર્મઝનૂન ન હોય, જે ધર્મના સંસ્થાપક નિસ્વાર્થી તથા નિર્દોષ જીવન જીવ્યા હોય અને જે ધર્મ કેવળ આવેશ કે લાગણીના ઉછાળા પર કિંવા કેરી દલીલો પર નહિ પરંતુ સત્યના સુદઢ પાયા પર પ્રતિષ્ઠિત થયે હોય, તે જ ધર્મને ધર્મ ગણે; અને ઉપરના ગુણેથી વિરુદ એટલે કે દેથી દૂષિત હોય તેને અધર્મ ગણે. આ જ ધર્મ અને અધર્મને ઓળખવાનું સત્યાર્થીનું સાચું માપક યંત્ર છે.
ધર્મને ઓકે જ્યાં જ્યાં અધર્મ જુએ ત્યાં ત્યાં તેને દૂર કરવામાં પિતાનું બળ ખરચે. અને જ્યાં જ્યાં સત્ય જુએ ત્યાં ત્યાંથી તેને પોતે નિ:સંકોચ અને ઉદાર ભાવે શોધીને પિતાનું કરે. સત્યાર્થીનાં તો આ બે મૂળલક્ષણ છે, એની ક્રિયાપરથી એ સ્પષ્ટ પરખાઈ રહે છે. પણ આ અધર્મને દૂર કરવાનો પ્રયત્ન કરતાં કરતાં એનું દયેચ તો કેવળ સત્યશોધનનું અને સ્વીકારવાનું જ હોય. સત્ય શોધવા જતાં વચ્ચેનાં બાધક અનિષ્ટોને દૂર કરવાની ક્યિા થાય છે તે સ્વાભાવિક છે, પણ તે એનું દય ન હોય. આ આશય કહી હવે નીચેના સૂત્રમાં સૂત્રકાર વિવેકને મુખ્ય સ્થાન આપે છે.
[૬] સત્યાથી જંબૂ ! જે સાધક આટલો વિવેક સમજે તેને ગામમાંય સત્યની આરાધના સુલભ છે અને જંગલમાંયે સુલભ છે. અને જેનામાં આટલે વિવેક નથી તે ગામમાં રહે તેય ધર્મની આરાધના કરી શકતો નથી ને જંગલમાં જાય તેય ધર્મની આરાધના કરી શકતા નથી. એવું જગતના સર્વ જીવો પ્રત્યે પૂર્ણ સમભાવે જીવી જનાર શ્રી સર્વ ભગવાને અનુભવ પછી ભાખ્યું છે.
નોંધ –ધર્મ વિવેકમચ દષ્ટિમાં છે એવું ઉપરના સૂત્રમાં સ્પષ્ટ કથન છે. જે માન્યતા, વિચારણું કે ક્રિયામાં વિવેકબુદ્ધિનું સ્થાન ન હોય તેમાં અનેક દેનો સંભવ છે. એમ કહી સૂત્રકાર એ બતાવે છે કે વિવેકબુદ્ધિ પર ધર્મને માટે આધાર છે. બીજી વાત એ છે કે સ્થાનની કશી મહત્તા નથી. જોઈએ તે વસતિવાસ કરે કે જોઈએ તો જંગલમાં જઈ વસે. અનુભવ એમ જ કહે છે કે જેનામાં વિવેકબુદ્ધિ જાગૃત થઈ નથી તેને વસતિ અને જંગલ બને સમાન અસર ઉત્પન્ન કરે છે. જંગલમાં જઈને પણ અવિવેકી પિતાના સંસારને કલ્પના દ્વારા ખડે કરી શકે છે; જ્યારે વિવેકી સાધક વસતિમાં રહેવા છતાં સંસારથી નિર્લેપ રહી શકે છે. સારાંશ કે પતન