________________
૨૯૦
આચારાંગસૂત્ર
વાદી અને કદાગ્રહીઓના પ્રસંગ પડે તેા તટસ્થ સાધકે તેમને એ જ પ્રત્યુત્તર આપવા કે તમારું ખેાલવું અકસ્માત ( હેતુ અને વિવેકથી રહિત ) છે. કારણ કે સ`ન, સદર્શી અને જગકલ્યાણના ઇચ્છુક ભગવાને એમ કહ્યું છે કેઃ—જેએ પેાતાનું જ સત્ય છે એમ માને છે કે વહે છે તે એકાંતવાદી છે અને સત્યથી પોતે જ વેગળા રહે છે. (આ રીતે કહી સમ અને બુદ્ધિમાન સાધકાએ એવા કદાગ્રહી સાધકાને પ્રસંગ પડયે સમજાવવા પ્રયત્ન કરવા, પણ જો તેથી કઈ પણ હેતુ ન સરતા હોય તેા ) તેમણે તેવા પ્રસ ંગે મૌન સેવવું.
નોંધ———આ સૂત્રમાં અનેકાંતવાદનાં કિરણા વધુ પ્રકાશિત રૂપે નરે પડે છે. અહીં જ જૈનદર્શન શું છે એ સ્પષ્ટ સમજાય છે. સૂત્રકાર કહે છે કે માન્યતાના ભ્રમમાં આગ્રહબુદ્ધિને વધુ અવકાશ છે. અને આગ્રહ કદાગ્રહનું સ્વરૂપ પકડે છે. કદાગ્રહ એટલે પેાતાના મતને પકડી રાખવાની જજિટલ અને જડ વૃત્તિ. આ વૃત્તિને મહાપુરુષાએ જળાનું સ્વરૂપ આપ્યું છે. આ વૃત્તિ અનિષ્ટ કરાવે છે તે કાનાથી અજાણ છે ? ધર્માને આડે થયેલાં અનÈનેા તથા વટાળવૃત્તિ માટે થયેલી હિંસાના ઇતિહાસ આ વાતના પુષ્ટ પ્રમાણરૂપ છે:
દુનિયામાં પ્રવર્તતા મતા, તથા સંપ્રદાયા કે ધર્મના પ્રારંભ તપાસીએ તે તેઓ કાઈ એક કાળ અને સંયેાગેા પરથી જન્મ્યા હેાય છે. તે વખતને ઇતિહાસ તપાસતાં એમ થવું વાસ્તવિક હાય છે. એવું જણાયા વિના રહેતું નથી. પરંતુ એ જ માન્યતાને જ્યારે ત્રિકાળાબાધિત અને પૂર્ણ સત્યરૂપ માનીને તેને અનુસરનારાએ અન્ય કાળ અને અન્ય સયેાગેામાં પણ તે જ રૂપે તેને રાખી મૂક્યાને આગ્રહ સેવે, અને એ આગ્રહને વળગી રહેવા માટે બીજી વાડે! રચે, અને ઉપરના સૂત્રમાં તે સૂત્રકાર કહે છે કે તે વાડાને ખીનએ પર પરાણે લાદવાને પ્રયત્ન થાય, ત્યારે તે માન્યતા એકાંત અને અન કારી અને એમાં આશ્વ જેવું નથી. પણ સત્યાથી સાધક આ પ્રવાહમાં ખેંચાઈ પેાતાનું પતન ન નેાતરે એ ખાતર સૂત્રકાર અહીં સ્પષ્ટ ભાખે છે કે આવી ભાંજગડમાં સત્યાર્થી સાધક ન પડે, કે બીજાને પડવામાં સાથ ન દે, અને ખની શકે તે તેવે માર્ગે જતા સાધકાને તે પ્રેમપૂર્વ કે પેાતાને અનુભવ કહી સન્માર્ગે વાળવાના પ્રયત્ન કરે.