________________
કસંગપરિત્યાગ
જ્યારે મનુને પિતાની માન્યતાને જામ થાય છે ત્યારે તે ઉપરના લક્ષ્ય કે દયેયને ભૂલી જઈ શું કરે? તેનું રેખાચિત્ર સૂત્રકાર નીચેના સૂત્રમાં દેરે છે. અહીં એ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે પોતાની માન્યતાને વળગી રહેવાનો મોહ જાગે એ અકસ્માત નથી પણ ભૂમિકા છે. સામાન્ય રીતે જગત-માનવસૃષ્ટિ તરફ નિહાળતાં આ એક માનવપ્રકૃતિનું લક્ષણ હોય તેવું પણ દેખાય છે. આવું હોવું એ અસ્વાભાર્વિક નથી. પોતાની માન્યતા પોતાને ગમે ત્યારે જ તેને પચાવી શકાય, એ એક સાર્વત્રિક નિયમ છે.
પણ માનવ પોતાની માન્યતાને પોતાની રુચિરૂપ માનીને જ નથી બેસી રહે, તેને એક નવીન કિરણ જ નથી માની શકતે. પણ એ જ પિતાની માન્યતાને પૂર્ણ માની એમાં જ પોતે મુંઝઈ રહે છે. અને એ રીતે આખા જગતનેય મૂંઝાવવા મથે છે. અહીં જ ભૂલનું મૂળ છે. શાણા અને બુદ્ધિમાન ગણાતા સાધકની બુદ્ધિની બારણાં બંધ થવાનું મૂળ કારણ પણ અહીં છે. | આવો સાપક વિશ્વની વિશાળ વિદ્યાશાળામાં રચનાત્મક શિક્ષણ આપતી વિવિધ વસ્તુઓમાંથી કંઈ યે નવું પામી શકતો નથી, તેને મન કંઈ નવું લાગે તો યે તે માત્ર જૂનાને સિદ્ધ કરવાના પ્રમાણરૂપે તેને સંધરે છે, અને આથી તો તે ઊલટેય વધુ વિકૃત અને ભ્રમમય બને છે.
સારાંશ કે કઈ પણ મત, પંથ, સંપ્રદાય કે ધર્મની માન્યતા એટલે અંશે તે તે મત, પંથ, સંપ્રદાય કે ધર્મના સાધકને ગમે, તેટલે અંશે તે તેમાંનું સત્ય ઝીલે; અને તે એક જ કિરણથી સંતોષ ન પકડતાં સત્યના સાગર સમા અંતઃકરણના અનંત સૂરમાંથી તેને અનુકૂળ મળતાં બીજે જે જે દેલને મળે તેમને અવકાશ આપી પોતાના સારેગમની સુંદર સંવાદના સાધે, અને આત્માનાં એ દિવ્ય સંગીતમાં મગ્ન બને, એમાં જ એનું હિત છે.
[૪] પણ પ્રિય જતેઓ માત્ર કુયુક્તિથી ધર્મને સિદ્ધ કરવા મથે છે. એટલું જ નહિ બલકે એક બાજુ કદાગ્રહપૂર્વક પોતાને માનેલો ધર્મ જ સાચે અને મુકિતદાતા છે એમ બીજાઓને ઠસાવવવાનો પ્રયત્ન કરે છે, અને બીજી બાજુ બીજા ધર્મની નિંદા કરતા ફરે છે. (તેઓ પિતે ડૂબે છે અને અન્યને ડૂબાડે છે.) આવા એકાંત૧૯