________________
કુસ’ગપરિત્યાગ
२८७
Ο
આ વિગતમાં ચાર્વાકમતથી માંડીને ઠેઠ અન્ય દને, મતા અને પધ્ધાની માન્યતાઓને સુઘ્ધાં સમાવેશ છે, જેમકે (૧) સ્થાવર અને જંગમચર અને અચર એ બન્ને પદામચ આ જગત છે. આ પૃથ્વીમાં નવખંડ અને સાત સમુદ્રો છે, પરલેાક છે, પાપપુણ્ય છે, પાંચ મહાભૂત છે—અને ધમાક્ષ છે, આ જાતની માન્યતા વેદાંતના એક પક્ષ દ્વૈતમતનો છે. (૨) લેક છે જ નહિ; દેખાય છે તે માયાજાળ છે. પરલેાક જ નથી તે પાપપુણ્ય શાનાં હોય ? આ શરીર ભૌતિક જ છે. એવી માન્યતા ચાર્વાકમતની છે. (૩) આ આખા લેાક સદા નિત્ય જ છે, માત્ર તેને અવિર્ભાવ અને તિભાવ જ થાય છે, તે કદી નાશ પામતા જ નથી, એવી માન્યતા સાંખ્યમતની છે. કારણ કે તેઓ એમ માને છે કે असतोऽनुत्पादात् सतश्चाविनाशात् જે અસત્ છે તે ઉત્પન્ન થતું નથી અને સત્ છે એ નષ્ટ થતું નથી. (૪) લેાક ચલાયમાન જ છે, ક્ષણિક છે, એવી માન્યતા બૌદ્ધ મતની છે. (૫) આ આખુ જગત આદિ છે અને બ્રહ્માકૃત છે એ માન્યતા પણ વેદાંતમતની છે. જ્યારે (૬) જગતના ઈશ્વર પેાતે કર્તારૂપ નથી, માત્ર પ્રેરકરૂપે રહે છે, એ માન્યતા નૈયાયિક વૈશેષિક મતની છે. આ સૂત્રના ઉત્તરાર્ધમાં સૂત્રકારે આપેલી બધી યુક્તિના અને ઉપરની માન્યતાઓના સાંખ્ય, બૌદ્ધ, વૈશેષિક, વૈચાચિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા એ ચે દર્શનને પણ આ સૂક્ષ્મ નિર્દેશમાં સમાવેરા થઈ જાય છે.
tr
..
આ રીતે આ બધાં મત, પંથ કે દર્શનાએ અમુક અપેક્ષાએ જ પેાતાની માન્યતા જગત સામે મૂકી હોય છે. તે બધા સત્યના જે અંશે છે. પરંતુ જ્યારે સાધકદૃષ્ટિના અપેક્ષિત સત્ય પર તે તે મત, પંથ કે દર્શનના અનુયાયીઓ પૂર્ણતાના આરેાપ કરે છે. ત્યારે તેમાં રહેલું સત્ય પણ દૂષિત
* આ રીતે ઉપર દર્શાવેલ પૃથક્પૃથક્ માન્યતાઓને ટીકાકારે સુપ્રસિદ્ધ દનેામાં ઘટાવવા પ્રયત્ન કર્યા છે. મારી માન્યતા પ્રમાણે સૂત્રકારના સમયમાં એ દનેાનાં ખીન્ને હરશે તેાય એને દર્શાના તરીકે નહિ પણ મતા તરીકે ઉલ્લેખ છે, અને એનાં અભિધાન આથી ભિન્નરૂપે છે. એમને ક્રિચાવાદી, અક્રિયાવાદી, વિનચવાદી અને અજ્ઞાનવાદી તરીકે ઓળખાવ્યા છે. આ સંબંધનું વિવેચન ષટ્ટન વિષેને સક્ષિપ્ત પરિચય કે જે ઉપસંહારમાં આપેલ છે ત્યાં (પશિષ્ટ પ્રુષ્ઠ ૪૮ માં) જુઓ.