________________
કુસંગપરિત્યાગ
- ૨૮૫ માર્ગમાં જ છે. અને ન હોય તોયે શું? જરા ફેરે ખાઈને પણ પધારશે. આ પ્રમાણે લલચાવીને એ ચારિત્રહીન સાધુઓ રસ્તેથી આવતાં કે જતાં કંઈ આપે આપવાનું નિમંત્રણ કરે અથવા કંઈ સેવાચાકરી કરે, તો પણ એ ન સ્વીકારતા એમના સંસર્ગથી સદાચારી ભિક્ષ હમેશાં અલગ રહે.
નેંધ –અસંયમી છતાં ભિક્ષુસંસ્થામાં ભળેલા સાધકને મુનિસાધક વસ્ત્રાદિ સામગ્રી પરાણે ન આપે, એટલું કહેવાથી સૂત્રકારને પૂર્ણ આશય સ્પષ્ટ થયા ન હોવાથી સૂત્રકાર બીજું સૂત્ર કહી અહીં પિતાને સંપૂર્ણ આશય વ્યક્ત કરી દે છે. તેઓ એમ કહેવા માગે છે કે વિભિન્ન ધર્મવાળા એટલે “વૈષ્ણવ, બૌદ્ધ કે એવા કોઈ પણ બીજા સાંપ્રદાયિક ધર્મવાળા કે બીજા ગચ્છવાળા” એ અર્થ કરી એમનાથી અતડા રહેવું એ આ પરથી રખે. કઈ આશય લઈ લે ! અહીં વિભિન્ન ધર્મવાળા કહેવાનો સૂત્રકારને આશરો વિભિન્ન વૃત્તિવાળાના અર્થમાં છે. એક ત્યાગના વલણવાળો હોય, બીજે. ત્યાગીનો વેશ હોવા છતાં ભોગના વલણવાળો હોય, તે તે ભિન્ન ધર્મવાળો ગણાય. આવા સંસર્ગ ભયંકર નીવડે. એથી એવા સાધના પરિચયમાં ન આવવું. અને એમ કહી વસ્ત્ર, પાત્ર કે સેવા એ બધાં અંગે પરિચય વધારવાનાં નિમિત્તરૂપ હોવાથી વસ્ત્ર, પાત્ર કે સેવા આપવી નહિ. એટલું જ નહિ, બલકે તેમની પાસેથી લેવી પણ નહિ, એમ સમજાવે છે. છતાં આ વાતને કોઈ એકાંતરૂપે પકડી લઈ તેમની સાથે અવિવેકભર્યું વર્તન રખે કરતા થાય! તે માટે ત્રીજા સૂત્રમાં આ વાતનું રહસ્ય સ્પષ્ટ કરે છે. સારાંશ કે સૂત્રકારને આશય કઈ પણ (પછી તે પોતાના મંડળનો હો કે અન્ય મંડળનો હો) પતિત સાથેય દૈષવૃત્તિ વધારવાનું કે તેની નિંદા કરવાનું કહેવાને નથી; માત્ર એવા સંગદેષથી બચવાનું કહેવાનું છે. કારણ કે જ્યાં સુધી સાધક સત્યમાં સંપૂર્ણ સ્થિરતા ન પામ્યો હોય, ત્યાં સુધી સંગદેષ તથા સંગોની અસરથી એના પૂર્વઅધ્યાસે જેર કરી એને માર્ગ ચુકાવી દે એવા ભયનો સંભવ રહે છે. એ ભયથી બચવા પૂરતી આ વાત છે. બાકી તે પિતાની દૃષ્ટિએ પતિત દેખાતી વ્યકિત પણ ઘણી વાર પાવનતાની મૂર્તિ હોય છે. એટલે એવી ભાંજગડમાં પડી પોતાના આત્માને નિંદ્ય પ્રવૃત્તિમાં પાડી નાખવાની કઈ પણ સાધક પ્રવૃત્તિ ન જ કરે, અને પ્રત્યેક ક્રિયામાં વિવેકબુદ્ધિને મોખરે રાખે.