________________
૨૮૪
આચારાંગસૂત્ર
શબ્દમાંથી અસદાચારીને અર્થ નીકળી શકે. વૃત્તિકારે સંભોગી અને અસંભગી એ પણ અર્થ માન્ય રાખે છે. પણ સમજ્ઞ શબ્દ અહીં ભિક્ષુબમણુના આશયે નથી વપરાયે, વેશશ્રમણના આશયે વપરાય છે. સારાંશ કે સંચમ કે ત્યાગમાં પૂરું લક્ષ્ય ન હોય તેવા કોઈ મુનિને પણ ભિક્ષુ કશી સામગ્રી ન આપે. કારણ કે (૧) એને આપવાથી આપેલા પદાર્થો એની પાસે અધિક થવાને કારણે દુરુપયોગ થવાને પૂર્ણ સંભવ છે; (૨) પદાર્થોની લેવડદેવડ પરિચય વધારનારું સાધન છે. એને પરિચય વઘારવો હાનિકર છે. તેની સાથે પરિચય ન રાખવાનું એટલા માટે સૂચવે છે, કે એ સંગદિષની પોતાના જીવન પર પણ અસર થાય છે. અને ધારે કે કદાચ ન થાય તોયે બીજાં અનિષ્ટો ઓછાં નથી. (૧) હલકા માનસવાળા સાથે પરિચય કે વ્યવહાર રાખવાથી સમાજમાનસ પર પોતા માટે ખેટી છાપ પડે છે. (૨) પોતાને અનુસરતો વર્ગ એને પણ સદાચારી ધારી અનુસરવા લાગે છે, અને પરિણામે ઠગાય છે.
આ અનિષ્ટ સમાજ ને આદર્શ ગણાતી વ્યક્તિ માટે એવું ભયંકર ન ગણાય. એટલે એ રીતે જાણું જોઈને કોઈ પણ ગૃહસ્થને કે ભિક્ષુને પોતાનાં વસ્ત્ર, પાત્ર છે તેવી સામગ્રી ન આપે. પ્રસંગ પડે તે માત્ર ભિક્ષુને આપી શકે, અને તે પણ માત્ર એની જરૂરિયાતની દષ્ટિએ આપે; પરિચય વધારવાની દૃષ્ટિએ ન આપે; કુસંગને પરિચય સર્વથા ત્યાજય છે. એટલે આ આખા સૂત્રને સાર છે.
[૨] અથવા (કદાચિત) તેવા અસંયમી સાધુઓ (પોતે માગે નહિ પણ ઊલટા આપવા પ્રયત્ન કરતાં) એમ કહે છે કે અહીં મુનિઓ ! તમે આ વાત નિશ્ચયપૂર્વક ધારી રાખજો કે “અમારે ત્યાંથી ખાનપાનાદિ બધી વસ્તુઓ તમને હમેશાં મળી શકશે–માટે તમોને બીજેથી મળ્યું હોય કે ન મળ્યું હોય, તમે ભોજન કર્યું હોય તો પણ તમે અમારે સ્થાને અવશ્ય પધારજે. અમારું સ્થાન આપને જવાના અસંભેગી અર્થ લે છે. પણ અસંભોગીને અર્થ માત્ર સ્વધર્મ અને સ્વલિંગી એટલો જ લેવો. આંતરાદિના વ્યવહારથી સંભેગી નહિ. અસંભેગીનો અર્થ તે સ્પષ્ટ જ છે.