________________
કુસંગાપરિત્યાગ
૨૮૩ પિતાની માલિકી હક ઉઠાવી લઈ ભિક્ષુછવન સ્વીકાર્યું છે. એટલે જ મુનિ સાધક ભિક્ષા માગીને સાધનાની દૃષ્ટિએ જરૂરિયાત પૂરતું લઈ શકે છે. (૨)
જ્યાં પિતાને માટે જરૂરિયાત પૂરતું જ લઈ શકાય ત્યાં બીજાને આપવાનું વિધાન ન હોઈ શકે એ સ્વાભાવિક છે. મુનિ સાધક ભિક્ષુ જ ગણાય છે. એક ભિક્ષુ બીજા પાસેથી લઈ બીજાને આપવા માટે દાતા બનતો જાય તે તેમાં એનું દાતારપણું કે ઉદારપણું નથી, પણ વૃત્તિની શિથિલતા છે. અને તેની પોતાની ભૂમિકાની અપેક્ષાએ એ નીચેનું સ્થાન છે. દાનીથી સંયમીની અને સંચમીથી ત્યાગીની એમ ઉત્તરોત્તર ઉચ્ચ ભૂમિકાઓ છે. એક ત્યાગી આદર્શ ત્યાગ પાળતે હોય, આત્મભાનમાં મસ્ત હોય, તો તે જગત પર ઘણો જ ઉપકાર કરે છે. એ વાત સ્પષ્ટ સમજાય તેવી છે.
એટલે પ્રથમ તો એ જ દષ્ટિએ આ વૃત્તિ તજવાયોગ્ય છે. છતાં એક . ભિક્ષુ સાધક બીજા ભિક્ષુ સાધકને અન્ન, પાન કે વસ્ત્રાદિ ઉપકરણોની ખૂબ જરૂર હોય અને તમે તેને ન આપે તો આખી ભિક્ષુસંસ્થા વ્યવસ્થિત અને પ્રેમમય જીવન ન ગાળી શકે. એ હેતુએ સૂત્રકાર અહીં સ્પષ્ટ કરે છે કે ભિક્ષુ કારણસર બીજ ભિક્ષુને અન્નવસ્ત્રાદિ આપી શકે છે, અને શારીરિક બિમારી કે એવા ખાસ કારણસર સેવા પણ કરી શકે છે. પરંતુ “ આદરપૂર્વક નહિ ” એ પદ આપીને એમ કહે છે કે આ બધું ઉપયોગિતાપૂરતું જ હોય, કારણ વગર નહિ. ઘણીવાર કેટલાક મુનિ સાધકને એવી ટેવ હોય છે કે તે બીજા મુનિ સાધક પાસે અન્નવસ્ત્રાદિ સામગ્રી હોય તોયે પરાણે આપવા માંડે. આમાં સામાને આદરભાવ મેળવવાની કે પિતે ઉદાર અને સેવાભાવી છે એવું બીજાને દેખાડવાની વૃત્તિ દેખાય છે. સૂત્રકાર કહે છે કે તે વૃત્તિ મુનિ સાધક માટે જરાયે ઈષ્ટ નથી, તેમાં ઊંડેઊંડે પણ દૂષિતતા છે.
સામાન્ય રીતે સમજ્ઞ શબ્દમાંથી સદાચારી અને કામના
x नियुक्तिकारो यदाह तत्त्रयथा पुनश्चारित्रतपोविनयवेष्वसमनोज्ञाः यथाच्छन्दास्तु ज्ञानाचारादिष्वमनोज्ञाः
वृत्तिकारस्तु समनोज्ञो दृष्टितो लिंगतो न तु भोजनादिभिः तद्विपरीतस्त्वसमनोज्ञः
અથર–નિર્યુક્તિકાર સ્વછંદી કે ચારિત્ર, તપ તથા વિનયમાં સમાનવૃત્તિવાળા ન હોય તેને અસમનેશ અને લિંગસમાન હોવા છતાં આચાર, સમાન ન હોય એને સમજ્ઞ કહે છે. વૃત્તિકાર સંભોગી અને