________________
૨૮૬
આચારાંગસૂત્ર [૩] અહો જંબૂ! કેટલાએક સાધકે બિચારા એની ભૂમિકા પર હોય છે કે જેમને શું ગ્રાહ્ય છે ? કે શું આચરણીય છે? એનું જ હજુ સ્પષ્ટ જ્ઞાન થયું હોતું નથી. એવા સાધકને અધર્મીઓ (વિભિન્ન વૃત્તિવાળા) ના અંધઅનુકરણમાં ભળી જતાં વાર લાગતી નથી. તેઓ ફલાણુને મારે એમ કહીને બીજા દ્વારા જીવને હણાવે છે. અથવા પ્રાણીહિંસા કરનારને (છૂપી રીતે કે પ્રગટ રીતે) અનુમોદન આપે છે, નહિ દીધેલું લે છે, અને આવા પ્રકારની અજ્ઞાન તથા ભ્રમજનક યુક્તિઓ બોલ્યા કરે છે.
તેઓમાંના કેઈ કહે છે કે “લક છે,”કેઈ કહે છે કે “લેક જ નથીકોઈ કહે છે કે “લેક સ્થિર છે,” કોઈ કહે છે કે “નહિ, આખો સંસાર અનાદિ છે,” કોઈ કહે છે કે “આ લોકનો અંત છે.”
જ્યારે કોઈ કહે છે કે “આ સંસારનો છેડે નથી” (એટલે કે અનંત છે), કોઈ કહે છે કે “(પાપકર્મ પરત્વે) એ ઠીક કયું ” બીજો કહે છે “એ ખોટું કર્યું,” કઈ કહે છે કે “એ કલ્યાણ છે” બીજા તે જ કાર્યને કહે છે કે “અકલ્યાણ છે,” એક કહે છે કે “આ સાધુ છે,” કઈ તેને જ કહે છે કે “આ અસાધુ છે,” કેટલાક કહે છે કે “સિદ્ધ છે.” કેટલાક કહે છે કે “સિદ્ધ જ નથી,” કેટલાક કહે છે કે “નરક ગતિ છે, કેટલાક કહે છે કે “નરક ગતિ જ નથી.”
નેંધ –આ સૂત્રમાં સૂત્રકારનો આશય અતિ સ્પષ્ટ થઈ કહે છે. સંગદેષ અપાકટ સાધકને અસર ઉપજાવી શકે છે, માટે તેમને સારું એ ત્યાજ્ય છે. આ વાતમાં સંશયને સ્થાન નથી. અને તેનું પરિણામ શું આવે છે તે પણ એમાં વર્ણવ્યું છે. એટલે તે બીના માનસશાસ્ત્રને વધુ સુસંગત છે એમ પણ સહેજે જણાઈ રહે છે.
સાધનામાર્ગમાં હિંસા, પરિગ્રહ અને કુતર્ક એ ત્રણે મહાન દૂષણ છે. તે દૂષણો આવા સંગથી અપાકટ સાધકમાં પેસી જાય છે, તેથી તે સંગ ક્ષમ્ય નથી. આ સૂત્રના ઉત્તરાર્ધમાં આ ત્રણે દૂષણો સાથી જન્મે છે તેની વિગત છે.