________________
૨૮૨
આચારાંગસૂત્ર
વન છે. એના શરણમાં જઈને એ સંશય, ગ્લાનિ અને થાક ઉતારી નાખવા મથે છે. આવા પ્રસંગે તેનું હૃદય પ્રેમ અને શ્રદ્ધાથી એટલું તો તરબોળ હેાય છે કે તે સત્સંગનું કલ્પવૃક્ષ છે કે ઉપરથી દેખાતા દંભી સસંગરૂપ કુસંગનું કિપાક વૃક્ષ છે તે જોવાની તપાસવાની તેને અષકબુદ્ધિ હોવા છતાં તે તેને ઉપયોગ કરવા રેકાતો નથી. આવા પ્રસંગે બીજા દંભી સંગની જાળમાં ન ફસાઈ જાય અને સાધનામાં દત્તચિત્ત (લીન) રહી પરિપકવ બનતો જાય, તે સારું અહીં સંગદોષથી બચવાના કેટલાક નિયમે આવ્યા છે, કે જે વિશાળ દષ્ટિથી અવલકવાગ્ય અને વિવેકબુદ્ધિથી આચરવાયોગ્ય છે.
ગુરુદેવ બેલ્યા – [૧] મેક્ષાર્થી જંબુ! હું પ્રત્યેક સદાચારી સાધકને ઉદ્દેશીને કહું છું કે દેખાવમાં સુંદર (જૈનધર્મના શ્રમણ) છતાં ચારિત્ર પાળવામાં શિથિલ ભિક્ષને કે બીજા પંથના ચારિત્રહીન સાધકને અતિશય આદરપૂર્વક અશન (ખાવાનું), પાન (પીવાનું), ખાદ્ય (મેવો વગેરે), સ્વાદ્ય (મુખવાસ વગેરે), વસ્ત્ર, પાત્ર, કંબળ, કે પાદપુચ્છન (રજોહરણ) આપવાં નહિ, આપવા માટે નિમંત્રણ કરવું નહિ કે તેમની સેવા પણ કરવી નહિ.
નેધ–પ્રથમ તકે તો પાઠકને આ સૂત્રમાં સંકુચિતતાનું દર્શન થશે. જૈનદર્શન જે વિશ્વદર્શનની યોગ્યતા ધરાવતું હોય તો એ દર્શન માટે આટલી સંકુચિતતા પણ અક્ષમ્ય ગણાય, એમ પણ કદાચ જણાશે. પરંતુ આ સૂત્રને અંગે આટલું યાદ રાખવાનું છે: (૧) ઉપરની બીના મુનિ સાધકને ઉદ્દેશીને કહેવાયેલી છે. ગૃહસ્થ સાધક અને મુનિ સાધમાં જેટલો ત્યાગને તફાવત છે, એટલો જ નિયમોને તફાવત છે અને હોવો ઘટે.
ગૃહસ્થ સાધક અ૫સંચમી અથવા અલ૫ત્યાગી ગણાય છે, અને મુનિ સાધક પૂર્ણત્યાગી ગણાય છે, કારણ કે એમણે સર્વ પદાર્થો પરથી