________________
વિમેક્ષ
વિમેક્ષ શબ્દ અહીં ત્યાગના અર્થમાં છે. વૃત્તિકાર પણ તે અર્થમાં સંમત છે. પરંતુ તે ત્યાગ, અહીં પદાથત્યાગની અપેક્ષા કરતાંય વિશેષ તે અન્ય અન્ય ત કે જેમને જીવન સાથે સંબંધ છે તેમના ત્યાગ સાથે સંબંધ ધરાવે છે, એ વાત ભૂલવી ન જોઈએ.
કેઈને એમ પ્રશ્ન થાય કે -બાહ્ય પદાર્થના ત્યાગ પછી શું ત્યાગવાનું હોઈ શકે? આના ઉત્તરમાં સૂત્રકાર કહે છે કે-મુનિ સાધકને ત્યાગી થયા પછી તૃષ્ણાદિ વૃત્તિઓ પર વિજય મેળવવા માટે બીજા પણ અનેક ત્યાગ કરવાના હોય છે. કારણ કે બાહ્ય પદાર્થોને ત્યાગ તે સાધનાની શાળામાં
જાવાપૂર ઉપયોગી છે. સાધનામાં જોડાયા પછી જે ત્યાગ કરવાનું છે, તે મુખ્યત્વે ઉપાદાનની શુદ્ધિઅર્થ છે. ઉપાદાનની શુદ્ધિ એટલે વૃત્તિ પર લાગેલા કુસંસ્કારોની શુદ્ધિ. આ શુદ્ધિ થયા પછી જ જીવનમાં ઉચ્ચ ગુણેની ખિલવટ થાય કે જે વાત કસાર અને ધૂત નામના અધ્યયનમાં વિસ્તૃત રૂપે વર્ણવાઈ ગઈ છે. હવે સૂત્રકાર આઠમા અધ્યયનમાં શેષ રહેલા બીજા ત્યાગ કરવાનું સુંદર સૂચન