________________
૨૦૮
આચારાંગસૂત્ર
સાધકને જેટલા શરીરમેાહ એ થાય. પણ શરીરમેાહ ત્યારે જ ઘટે આ સ્વરૂપ સમજનાર સાધકને છ છે એવા વિશ્વાસ હાય, અને એથી જ એ આન'દિત રહે.
તેટલું જ કુદરતનુ` કા` એછા પ્રયત્ન કે જ્યારે એનું સાચું સ્વરૂપ સમાચ. વસ્ત્ર થઇ ગયા પછી નવું મળવાનુ જ
અહીં લાકડાના પાટિયાનું દૃષ્ટાંત આપી મૃત્યુના વિજેતાની અડગતા કેવી હેાય તે બતાવ્યું છે. જેમ લાકડાના પાટિયાને કાઈ લે કે તેમ જ રાખે તેાય તેને શું થતું નથી, ખલકે છેાલવાથી ઊલટી દુઃખની અસર થવાને બદલે ચમક મહાર આવે છે, તેમ જ સાધકને જેમજેમ કષ્ટ આવે તેમતેમ તે વધુ ચમકે, અર્થાત્ કે કર્માંના નિયમેા પ્રત્યે તે સહજ બની જાય.
આવે! વીર અને નિચ સાધક જ મૃત્યુ આવ્યા પહેલાં એને જે સદેશે! આવે છે તે સાંભળી કે સમજી શકે છે, અને મૃત્યુની અંતિમ મહામૂલી પળાને સફળ પણ કરી શકે છે. જોકે આવે! સંદેશ તે મૃત્યુ પહેલાં પ્રત્યેક જીવને મળે છે. પણ જેએ મેાહની આંધીથી ઘેરાયેલા અને બધિર થઈ ગયા હેાચ છે, તે આ ગૂઢ સંદેશાને જોઈ, સાંભળી કે ઉકેલી
શક્તા નથી.
ઉપસંહાર
આત્મલક્ષી પ્રવૃત્તિ એ જ નિવૃત્તિ. નિવૃત્ત સાધકા અનુભવમાં જેમજેમ પીઢ થતા જાય તેમતેમ જિજ્ઞાસુને પેાતાના અનુભવનું અમૃત યાગ્યતા અનુસાર આપતા જાય. સારાંશ કે સદુપદેશ એ આવા સાધકને સહજધ બની રહે. તેઓ પ્રત્યેક ક્રિયામાં આ રીતે સહજ હેાય તથા ક્રિયાનાં ફળમાં પણ સમભાવી અને સમાધિવત હોય. આવા અડગ સાધકાને કાઈ પણ નિમિત્ત ન કપાવી શકે, કે કાઇ પણ ક` એમની સાગર શી ગંભીરતાને ન ક્ષુબ્ધ કરી શકે. એવા સાધકે ગમે તે સંયોગામાં કેવળ સાધનાની લહેર ઝીલતા રહે.
એમ કહું છું.
ધૂત નામનું ષષ્ઠ અધ્યયન પૂર્ણ થયું.