________________
સદુપદેશ અને શાંત સાધના ૨૭૭ સાધક શરીરને નાશ થતું હોય તે થવા દે, પણ વૃત્તિને અધીન ન બને. એટલે એ સ્વમાની, મસ્ત અને સ્વતંત્ર હોય.
જે મૃત્યુથી ન મુંઝાય તે સંસારને પાર પામે છે.” આ વાક્યમાં ગૂઢ રહસ્ય છે. વિશ્વનું પ્રત્યેક પ્રાણું મૃત્યુથી મુંઝાય છે. ગમે તેવી દુઃખી સ્થિતિમાં એ હાચ તોયે જીવવું પસંદ કરે છે; મૃત્યુ નહિ. એવું આપણે અનુભવીએ છીએ. એની પાછળ એક મહાન કારણ છે. અને તે એ છે કે આ જીવાત્મા ઝંખનાપૂર્વક આ જ જીવનમાંથી જે વસ્તુને શોધી રહ્યો છે તે ન મળે ત્યાં સુધી એને મૃત્યુ અકારું લાગે. એમાં જરાય આશ્ચર્ય કે અસ્વાભાવિક્તા નથી. મૃત્યુ પાછળ પણ બીજું જીવન છે; અને જ્યાં સુધી સંપૂર્ણ વિકાસ ન થાય ત્યાં સુધી એ મળે જ છે, એવું એને ભાન ન હોવાથી મૃત્યુ એ એને મન જાણે બધા જીવનને અંતિમ છેડે ન હોય તેમ એ એથી ડરે છે. બીજી બાજુ એ જે ઇચછે છે તે હજુ એને મળ્યું નથી. એટલે જ બધા ભ કરતાં મૃત્યુને ભય જીવમાત્રને ભયંકર લાગે છે. સેંકડે, લાખે, કે કરડેને માત્ર પોતાની બે ભુજાથી કંપાવનાર વીર ગણુતો દ્ધો પણ આ ભય આગળ કંપે છે અને પામર બને છે. મૃત્યુની અંતિમ પળને જેને અનુભવ થયો હોય કે અનુભવ જોયો હોય એમને આ વાતની યથાર્થતા સહેલાઈથી સમજાશે.
આથી જ અહીં સૂત્રકારે સાધક સારુ એની સાધનાની પરાકાષ્ટાની કટીરૂપે આ વાત કહી નાખી છે કે જે સાધક દયેયને પામ્યું હોય કે તે માર્ગે વન્યો હોય તે જ માત્ર મૃત્યુના ભયને જીતી શકે. કારણ કે મૃત્યુ એ મૃત્યુ નથી, પણ જીવનને પૂર્વ રંગ છે. જ્યારે શરીરરૂપી સાધન જીવન લંબાવવાને ગ્ય ન રહે, ત્યારે જ નિસર્ગશક્તિ (જૈનદર્શનમાં જેને કામણગ કહેવામાં આવે છે તે) શરીર સમેટી લઈ તે જીવને બીજી નવી ભેટ આપે છે, એવી એને પ્રતીતિ થઈ ગઈ હોય છે.
પણ જેણે શરીરને સાધ્ય માની લીધું છે, તેવા જીવો શરીરમાં મૂંઝાઈ ગયેલા હોઈ એમને આ પ્રસંગ અકારે થઈ પડે છે. તોયે કર્મને કાયદે તે અનિવાર્ય રહ્યો. એટલે આવા જીવો સહજ રીતે શરીરમેહથી છૂટી શક્તા ન હોવાથી એમનું શરીર ઝુંટવવા માટે નિસર્ગને કઈ મહાન રેગો કે તેવાં મહાન કારણે જ દેવાં પડે છે. અને તોયે તેવા છેવો અતિ કલ્પાંત કરતાં કરતાં આખરે શરીર છોડી શકે છે.